ગુજરાતમાં કાળ બની રહ્યો છે હાર્ટ એટક, 24 કલાકમાં 5 લોકોના મોત
Heart Attack in gujarat: વર્તમાન સમયમાં હાર્ટ એટેકની સમસ્યા ડૉક્ટર્સ માટે એક પડકાર બની રહી છે. ગુજરાત અને દેશમાં હાર્ટ એટકના કેસ સતત વધી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે 5 યુવાનોના મોત થયા છે. જેમાં નવસારીના જલાલપુરના 21 વર્ષીય યુવક હાર્ટ એટેકથી મોત થયું છે. તો બોટાદમાં 40 વર્ષીય યુવકનું મોત હાર્ટ એેટેક આવવાના કારણે થયું હતું.
પ્રથમ ઘટના જલાલપોરની છે, જ્યાં 21 વર્ષનો દર્શિલ સવારે 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો, ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તે જમીન પર પડી ગયો હતો.

આ યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દર્શિલ એલએલબીના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને તેના પિતા પ્રકાશ ભંડેરી કરિયાણાની દુકાન ચલાવે છે.
અન્ય 4 લોકોના પણ હાર્ટ એટેકથી મોત થયા - બીજો બનાવ બોટાદ શહેરમાં બન્યો હતો. બોટાદ રેલવે સ્ટેશન પાછળ રહેતા 40 વર્ષીય નરેશ વલોદરા ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હતા. ગઈકાલે રાત્રે નરેશ તેના ઘરે હાજર હતા, ત્યારે તેમને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો થયો હતો. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં થોડો સમય સારવાર દરમિયાન નરેશનું મોત થયું હતું.
ત્રીજો અને ચોથો બનાવ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો છે. જેમાં થરાદ નગરપાલિકાના પૂર્વ ચેરમેન મહાદેવભાઈ જેપાલ અને અન્ય એક મફાભાઈ માળી નામના વ્યક્તિને પણ હાર્ટ એટેક આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતા જ યુવાનો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.
મોટાભાગના કિસ્સાઓમાં, જ્યારે અસહ્ય છાતીમાં દુખાવો થાય છે, અને મૃત્યુ થાય છે, ત્યારે પરિવારના સભ્યોને સારવારની તક પણ મળતી નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં હૃદયરોગના હુમલાથી કુલ 1,052 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં 80 ટકા મૃતકો 11-25 વર્ષની વય જૂથના છે.
રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે 1 ડિસેમ્બર, 2023ના રોજ જણાવ્યું હતું કે, હૃદયરોગના હુમલાની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, લગભગ બે લાખ શાળાના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરોને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) કરવા માટે તાલીમ આપવામાં આવી છે. જે આવી તબીબી કટોકટી દરમિયાન જીવન બચાવવા માટે એક મહત્વપૂર્ણ હસ્તક્ષેપ છે.












Click it and Unblock the Notifications
