ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી-૨૦૧૨ હેઠળ પ્રોત્સાહન રૂપે ૪૫ અરજીઓ મંજૂર

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી-૨૦૧૨ હેઠળ વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રોત્સાહન રૂપે ૪૫ પડતર અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેના ભાગરૂપે વિવિધ એકમોને અંદાજે રૂ. ૫૦૦ કરોડ જેટલી સહાય ચૂકવવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવશે તેમ, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે ગાંધીનગર ખાતે જણાવાયું હતું.

POLCE

ગાંધીનગર ખાતે આજે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠકમાં પડતર ૪૫ અરજીઓની મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે સહીત ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલેખનીય છે કે, ઉદ્યોગ વિભાગની ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી-૨૦૧૨ની વિવિધ યોજના પરત્વે પ્રોત્સાહન મંજૂર કરવા બાબતે ગત તા.૧૮ જુલાઈ-૨૦૨૩ના માળખમાં સુધારો કરી ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ઉપાધ્યક્ષ પદે સમિતીની રચના કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X