રાજ્ય સરકાર દ્વારા ATVT યોજના માટે રૂ. ૪૪,૮૦૦ લાખની રકમને મંજૂરી અપાઈ

આયોજનના વિકેન્દ્રિકરણમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં હરહંમેશ અગ્રેસર રહ્યું છે. રાજ્ય સરકારની "આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) યોજના" તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના ગ્રામીણ વિસ્તારની યોજના હોવાથી આ યોજના હેઠળ ગામડાઓમાં આંતરિક રસ્તાઓ, ગટર વ્યવસ્થા, ઘન કચરાનો નિકાલ અને પીવાલાયક શુદ્ધ પાણી જેવી ન્યૂનત્તમ અને મૂળભૂત જરૂરિયાતોના કામો હાથ ધરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં ATVT યોજના માટે રૂ. ૪૪,૮૦૦ લાખની માતબર જોગવાઈ કરવામાં આવી છે, તેને રાજ્યના નાણા વિભાગ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતના ગામડાઓના વિકાસ માટે આ ગ્રાન્ટની તાલુકાવાર સપ્રમાણમાં વહેંચણી મુજબ ફાળવણી કરવામાં આવશે.

Bhupendra patel

વધુમાં, ATVT યોજના હેઠળ મળતી ગ્રાન્ટની મુખ્ય ૪ કાર્યક્રમ હેઠળ ફાળવણી કરવામાં આવે છે. જેમાં પ્રથમ તાલુકા સેન્ટ્રીક એપ્રોચ અનુસાર દરેક તાલુકાને મળવાપાત્ર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારબાદ પ્રાંત અધિકારીને તાલુકાદીઠ રૂ. ૨૫ લાખ લેખે મળવાપાત્ર ગ્રાન્ટની ફાળવણી કરાય છે. આ સિવાય પ્રાંત અધિકારી દીઠ પણ રૂ. ૨૫ લાખ લેખે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. ઉપરાંત રાજ્યના ૫૧ વિકાસશીલ તાલુકાઓને પણ વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના ૫૧ વિકાસશીલ તાલુકાને કુલ રૂ. ૫૧૦૦ લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તાલુકાને વિકાસનું એકમ ગણીને રાજ્ય સરકારે 'તાલુકા સેન્ટ્રીક એપ્રોચ' અપનાવીને વર્ષ ૨૦૧૦-૧૧થી તાલુકામાં આવેલ ગામડાઓની સંખ્યાને ધ્યાને લઇ તાલુકાવાર ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૧૧-૧૨થી તાલુકા સરકારનો અભિગમ અપનાવીને રાજ્ય સરકારે છેવાડાના માનવીનું જીવનધોરણ વધુ સુધારવા અને પાયાની મૂળભૂત જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા રૂ. ૩૭,૫૨૫ લાખની જોગવાઈ સાથે ATVT યોજના અમલમાં મૂકી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X