5G કનેક્ટિવિટી આવનાર દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ અભિયાન - મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ભારતના અમૃતકાળની અમૃત પેઢીના નિર્માણ તરફ ગુજરાતનું વિરાટ કદમ છે. વિ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ અભિયાન - મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ભારતના અમૃતકાળની અમૃત પેઢીના નિર્માણ તરફ ગુજરાતનું વિરાટ કદમ છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માઇલસ્ટોન પુરવાર થશે.

NARMADA MODI

વડાપ્રધાનએ અમદાવાદના અડાલજ ખાતેથી આ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો રાજ્યવ્યાપી પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

વડાપ્રધાનએ 5જી ટેકનોલોજીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, તાજેતરમાં જ દેશ મોબાઇલ અને ઇન્ટરનેટની 5જી ટેકનોલોજીના યુગમાં પ્રવેશ્યો છે. ભારત દેશ ઇન્ટરનેટની 1 જીથી લઇને 4જી સુધીની સેવાઓનો ઉપયોગકર્તા રહ્યો છે. પરંતું હવે દેશમાં લાગુ કરાઇ રહેલી 5જી ટેકલોનોજી મોટો બદલાવ લાવશે. તેવો મત વડાપ્રધાનએ વ્યક્ત કર્યો હતો.

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના માધ્યમથી 20 હજારથી વધુ સ્કૂલો શિક્ષાના 5 જી દોરમાં પ્રવેશ કરી રહી છે. તે અંતર્ગત 50 હજાર નવા ક્લાસ રૂમ, એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમને આધુનિક ઢબે વિકસિત કરવામાં આવશે, જે રાજ્ય શિક્ષણ વ્યવસ્થાની આધુનિક માળખાગત સુવિધાઓની સાથે બાળકોના જીવનમાં પણ વ્યાપક બદલાવ લાવવાની દિશામાં કામ કરશે.

5જી ટેકનોલોજીના માધ્યમથી વર્ચ્યુઅલ શિક્ષણ વ્યવસ્થાના પરિણામે રાજ્યાના દૂરસૂદૂરના વિસ્તારોમાં શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શિક્ષણ ઉપલબ્ધ બનશે. રાજ્યના છેવાડાનાં બાળકો સુધી પણ શિક્ષણનું શ્રેષ્ઠ કન્ટેન્ટ રીયલ ટાઇમમાં પહોંચાડવું શક્ય બન્યું છે, તેમ જણાવીને રાજ્યમાં આંગણવાડીથી લઇ કેરીયર ગાઇડન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની જરૂરિયાતો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી પૂરી થશે તેવો ભાવ વડાપ્રધાનએ વ્યક્ત કર્યો હતો.

દેશભરમાં રૂ. 27 હજાર કરોડના ખર્ચે 14,500થી વધુ પી.એમ. સ્કૂલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવીને દેશના ખૂણે ખૂણે ટેકનોલોજીસભર સ્કૂલોમાં નવી એજ્યુકેશન પોલીસીના અનુરૂપ શિક્ષણ માટે મોડલ સ્કૂલ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર કાર્યશીલ હોવાનું વડાપ્રધાનએ ઉમેર્યું હતુ.

આઝાદીના અમૃત મહોત્સવમાં ભારતે ગુલામીની માનસિકતાને દૂર કરવાનો સંકલ્પ કર્યો છે તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતીમાં મેડિકલ, ટેકનીકલ અને ઉચ્ચ શિક્ષણને માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામે દેશના આંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓની પ્રતિભાને પણ માધ્યમ મળશે અને દેશના ખૂણે ખૂણેથી તબીબો, અને એન્જિનિયર દેશ સેવામાં કાર્યરત બનશે.

હાલમાં, કુલ રૂ. ૧,૬૫૦ કરોડના ખર્ચે ૭,૦૦૦ શાળામાં ૮,૦૦૦ વર્ગખંડો અને ૨૦,૦૦૦ અન્ય સુવિધાઓના કાર્યો પ્રગતિ હેઠળ છે. વધુમાં, કુલ રૂ. ૨,૮૮૧ કરોડથી વધુના ખર્ચે ૪,૦૦૦થી વધુ શાળાઓમાં કુલ ૧૩,૫૦૦ વર્ગખંડો તેમજ અન્ય સંકુલો જેમકે છાત્રાલય, જીલ્લા શિક્ષણ તાલીમ ભવન, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વગેરે કાર્યોનો આરંભ ટૂંક સમયમાં થશે. ઉપરોક્ત પૈકી, આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 12,564 વર્ગખંડોના નિર્માણ માટે 3,991 શાળાઓ માટે માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમાંથી 1,386 શાળાઓમાં 4,340 વર્ગખંડોના નિર્માણ માટે રૂ. 700 કરોડના કાર્યો આરંભ કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X