છેડતીથી બચવા ચાલુ વાહને 6 વિદ્યાર્થિનીઓએ લગાવી છલાંગ, જાણો ઘટના
ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ટ્રકમાં સવાર 15-17 વર્ષની 6 વિદ્યાર્થિનીઓએ ઝડપથી ચાલી રહેલા વાહનમાં તેમની સાથે છેડતી કરી હતી. જે કારણે 6 વિદ્યાર્થિનીઓએ ચાલુ વાહનમાંથી છલાંગ લગાવી હતી. મળતી માહિતી અનુસાર ટ્રક ડ્રાઇવર અને 5 અન્ય મુસાફરોએ વિદ્યાર્થિનીઓ સાથે કથિત રીતે છેડતી કરી હતી. પોલીસે બુધવારના રોજ આ અંગે જાણકારી આપી હતી.
શું છે સમગ્ર ઘટના? - છોટા ઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખે જણાવ્યું કે, મંગળવારે સાંજે, જ્યારે છોકરીઓએ છેડતી કરનારાઓથી પોતાને બચાવવાના પ્રયાસમાં ટ્રકમાંથી કૂદવાનું શરૂ કર્યું, ત્યારે ડ્રાઈવર સુરેશ ભીલે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને ટ્રક રસ્તાની નીચે ગઈ અને પલટી ગઈ હતી.

ઈમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કૂદી ગયેલી છોકરીઓને થોડી ઈજા થઈ છે. પોલીસે આરોપીઓમાં ટ્રક માલિકની ધરપકડ કરી છે. ટ્રકમાં સવાર લોકોએ આ યુવતીઓ પાસેથી રોકડ અને અન્ય વસ્તુઓ પણ છીનવી લીધી હતી.
ઈમ્તિયાઝ શેખે જણાવ્યું કે, આ ઘટના સંખેડા તાલુકાના એક રોડ પર બની હતી, ત્યારબાદ પોલીસે ડ્રાઇવર સહિત છ લોકો સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની સંબંધિત કલમો અને લૂંટ અને ભારતીય દંડ સંહિતા કલમો હેઠળ છેડતીની FIR નોંધી હતી.
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ અશ્વિન ભીલ નામના એક આરોપીની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય 5 હજુ સુધી પકડાયા નથી. અન્ય પાંચ આરોપીઓની ઓળખ સુરેશ ભીલ (ડ્રાઈવર), અર્જુન ભીલ, પરેશ ભીલ, સુનીલ ભીલ અને શૈલેષ ભીલ તરીકે થઈ છે.
આરોપીઓ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ટ્રક માલિક અશ્વિન ઈજાગ્રસ્ત હાલતમાં સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. મંગળવારના રોજ પોલીસે પીડિત છોકરીઓ (17)માં સૌથી મોટી ઉંમરની ફરિયાદ પર એફઆઈઆર નોંધી છે.












Click it and Unblock the Notifications
