ગાંધીનગરઃ ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા વિસ્મય શાહ સહિત 6 નબીરાની ધરપકડ
ગાંધીનગરઃ દારૂની મહેફિલ માણતા વિસ્મય શાહ સહિત 6ની ધરપકડ
ગાંધીનગરઃ હિટ એન્ડ રન કેસનો દોષિત વિસ્મય શાહને વધુ એક ગુનામાં પોલીસે ઝડપી લીધો છે. વિસ્મય શાહની સાથે વીએસ હોસ્પિટલની તબિબ નીમા શાહ પણ પાર્ટીમાં હાજર હતી તથા અન્ય મિત્રો અને વિસ્મય શાહની પત્ની પણ આ પાર્ટીમાં હાજર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તમામ લોકોની ધરપકડ કરી લીધી છે. ફાર્મહાઉસમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલ અને બિયરની બોટલો મળી આવી છે. જણાવી દઈએ કે મંથન ગણાત્રા, નિમા શાહ, વિસ્મય શાહ, હર્ષદ મજુમદાર, વિસ્મયની પત્ની પૂજા શાહ સહિતના શખ્સો ઝડપાયા છે. એક રશિયન મહિલા પણ ઝડપાઈ હતી પણ તેની પાસે દારૂની પરમિટ હોવાથી પોલીસે છોડી મૂકી છે.

ગાંધીનગરની બાલાજી કુટીરમાં ગાંધીનગર LCBની ટીમે દરોડા પાડી વિસ્મય શાહ સિહત છ નબીરાઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે દારૂ સહિત મોંઘીદાટ કાર જપ્ત કરી છે. તમામ પાંચેય આરોપીઓની મેડિકલ તપાસ કરવામાં આવી છે. અડાલજના સીએચસી સેન્ટરમાં મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે અને મેડિકલ રિપોર્ટ આવતાં 3-4 કલાક લાગી શકે છે. જણાવી દઈએ કે હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. તાજેતરમાં જ વિસ્મય શાહે પત્ની સાથે હનિમૂન મનાવવા વિદેશ જવા માટે મંજૂરી માગી હતી જે કોર્ટે એમ કહીને ફગાવી દીધી હતી કે શું દેશમાં ફરવા લાયક એકેય સ્થળ નથી?
મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યલાહી હાથ ધરશે. કહેવામાં આવી રહ્યું છે કે કોઈ મિત્રનો બર્થડે ઉજવવા માટે વિસ્મય શાહ સહિતના શખ્સો આ ફાર્મહાઉસમાં એકઠા થયા હતા. થર્ટી ફર્સ્ટ નજીક હોય શહેરભરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓની તાદાત વધતી જઈ રહી છે. તાજેતરમાં જ સુરતમાંથી દારૂની બોટલ ભરેલો ટ્રક મળી આવ્યો છે.
આ પણ વાંચો- રાજકીય હાલાત બહુ મુશ્કેલ, આગામી પીએમ કોણ બનશે કહેવું મુશ્કેલઃ રામદેવ
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત







Click it and Unblock the Notifications
