ચૂંટણી પહેલા 57 IPS અધિકારીઓની બદલી, 4ને પ્રમોશન

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દશેરા વખતે મોટી સંખ્યામાં આઇપીએસ અધિકારીઓની ફેરબદલ કરવામાં આવી છે. ગુજરાત સરકારે પોલીસના વહીવટી તંત્રમાં આ મોટો ફેરફાર કરીને ચૂંટણીના આવી રીતે છે તે વાતની સ્પષ્ટતા કરી લીધી છે. અહીં જ્યાં 57 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે ત્યાં જ ચાર આઇપીએસ અધિકારીઓને પ્રમોશન પણ મળ્યું છે. ગૃહ વિભાગે આ અંગે શુક્રવારે મોડી રાતે જાણકારી આપી હતી. અને રાજ્યપાલના હુકમથી આ બદલી કરવામાં આવી હતી.

ips gujarat

નોંધનીય છે કે આમ તો વર્ષમાં ક્યારેક ને ક્યારેક આ રીતે અધિકારીઓની બદલીઓ થતી જ રહેતી હોય છે પણ આટલી મોટી સંખ્યામાં બદલી થતા ચૂંટણી આવે તે પહેલા જ કામના અધિકારીઓને સરકાર યોગ્ય સ્થાને પોસ્ટિંગ આપતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં આઇ.જીથી લઇને ડી.જી.પી અને આઇપીએસ કક્ષાના અધિકારીઓની ફેરબદલ કરવામાં આવી છે.

English summary
61 IPS officers have changed their electoral prospects. Read here more on this news.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.