રાજ્યમાં 2 દિવસમાં દૈનિક કોવિડ કેસમાં 67 ટકાનો ઉછાળો

ગુજરાતમાં સતત બીજા દિવસે 40 કે તેથી વધુ કોવિડ કેસ નોંધાયા છે. સોમવારના રોજ 27 થી વધીને રાજ્યમાં માત્ર બે દિવસમાં કેસોમાં 67 ટકાનો વધારો નોંધાયો છે. કારણ કે, છેલ્લા 24 કલાકમાં 45 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદ : ગુજરાતમાં સતત બીજા દિવસે 40 કે તેથી વધુ કોવિડ કેસ નોંધાયા છે. સોમવારના રોજ 27 થી વધીને રાજ્યમાં માત્ર બે દિવસમાં કેસોમાં 67 ટકાનો વધારો નોંધાયો છે. કારણ કે, છેલ્લા 24 કલાકમાં 45 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

covid

કુલ પૈકી, માત્ર 62 ટકા કેસ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાંથી નોંધાયા હતા, જે રાજ્યના બિન શહેરી વિસ્તારોમાં ફેલાવામાં વધારો દર્શાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં શહેરી વિસ્તારોમાંથી દૈનિક 70 ટકાથી વધુ કેસ નોંધાયા છે.

નવા પોઝિટિવ કેસમાં અમદાવાદ શહેરમાંથી 11, ભરૂચમાંથી 7, વડોદરા શહેરમાં 5, સુરત અને ગાંધીનગર શહેરમાં 4-4, કચ્છમાંથી 3, રાજકોટ શહેર, નવસારી, વલસાડમાંથી 2-2 તેમજ ભાવનગર અને જામનગર શહેર, આણંદ, ભાવનગર અને ખેડામાંથી 1-1 કેસનો સમાવેશ થાય છે.

આણંદ જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ નોંધાયું છે, જે રાજ્યના કોવિડ મૃત્યુઆંકને 10,093 પર લઈ ગયો છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે 10 કે તેથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 8.14 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X