For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોરોના વાયરસના 1 નવા દર્દી સાથે 74 દર્દીઓ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના 1 નવા દર્દી સાથે 74 દર્દીઓ નોંધાયા

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસ પર દિનપ્રતિદિન સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૭૪ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે નવા નોંધાયેલા ૨૮ વર્ષીય પુરુષના પોઝીટીવ રિપોર્ટ સાથે કોરોના ના કુલ દર્દીઓની સંખ્યા 74 ગણાવી હતી. બે દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે અને 60 દર્દીઓની હાલત સ્થિર છે. એટલું જ નહીં કોવિદ 19 સામેની લડાઈમાં વિજય બનતા ૬ દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે જ્યારે કુલ ૬ દર્દીઓ ના નિધન થયા હોવાનું આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકારોને જણાવ્યું હતું.

Coronavirus

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન હોવા છતાં covid 19 નો રોગ ગુજરાત ઉપર ભરડો લઈ રહ્યો છે. એવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. આવા તકેદારીના કડક પગલાની વચ્ચે પણ જનજીવનને કોઈ અડચણ ન પડે કે પ્રજા સુધી જીવન જરૂરી ચીજ વસ્તુઓ નિયમિત રીતે પહોંચતી રહે તેની કાળજી પણ પુરવઠાતંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ હવે કડક હાથે કામ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ પણ હાલના સંજોગોમાં covid -19 ને આગળ વધતો અટકાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યો છે.

ગુજરાત રાજ્યમાં કુલ 6.25 કરોડ લોકોનો આરોગ્ય વિષયક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 97,788 વ્યક્તિઓની પ્રવાસની વિગતો મળી હતી. જેમાં 79,581 લોકોએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. જ્યારે 18,207 લોકોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો હતો. આવા લોકો પૈકી 262 વ્યક્તિઓમાં કોરોના વાયરસના લક્ષણો જણાયા હતા.

કોરોના: લોકડાઉન વચ્ચે કેજરીવાલે કરી 5 મોટી જાહેરાતકોરોના: લોકડાઉન વચ્ચે કેજરીવાલે કરી 5 મોટી જાહેરાત

English summary
74 corona positive patients in gujarat, 3 new positive cases registered today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X