યમનમાંથી હેમખેમ પરત ફર્યો ગુજરાતી યુવાન

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમેરિકામાં ગુજરાતના યુવકની હત્યા

અમેરિકામાં ગુજરાતના યુવકની હત્યા

અમેરિકામાં સોમવારે સાંજે ગુજરાતના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. અમેરિકાના પોર્બ્સ એવન્યુ ખાતે ફૂલ્ટોન સ્ટ્રીટ નજીક આવેલા સિટગો ગેસ સ્ટેશનના સ્ટોર પર કામ કરતા મૂળ બોરસદના સંજય પટેલની કેટલાક અજાણ્યા શખ્શોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી 18 લાખનું સોનું ઝડપાયુ

અમદાવાદ એરપોર્ટ પરથી 18 લાખનું સોનું ઝડપાયુ

અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદેસર રીતે સોનાની હેરફેર કસ્ટમવિભાગની બાજનજરોથી બચી શકી નથી. ગઇકાલે દિલ્હીથી આવેલી એરઇન્ડિયાની ફ્લાઇટમાંથી 18 લાખનું સોનું ઝડપી પાડ્યું હતું. પખવાડીયામાં બનેલી આ ત્રીજી ઘટના છે.

ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો

ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો

અપર એર સાઇક્લોનના કારણે ગુજરાતના શહેરોમાં 36 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. જેના કારણે લોકોને સખત ગરમી અને બફારાનો અનુભવ થયો હતો.

નવા વિમાન-હેલિકોપ્ટર ખરીદશે રાજ્ય સરકાર

નવા વિમાન-હેલિકોપ્ટર ખરીદશે રાજ્ય સરકાર

ગુજરાત સરકાર નવા વિમાન-હેલિકોપ્ટર ખરીદશે, અંદાજે રૂ.200 કરોડની કિંમતના વિમાન અને 20 કરોડના ખર્ચે નવું હેલિકોપ્ટર ખરીદે તેવી શક્યતા.

ગુંડી ગામમાં યુવકની હત્યાનો મામલો વકર્યો

હીરાના કારખાના-અન્ય સ્થળો પર લોકોનો પથ્થરમારો, મોટી સંખ્યામાં લોકો માર્ગો પર ઉતરી આવ્યા.

આજે મુખ્યમંત્રીનો બેઠકોનો દૌર

આજે મુખ્યમંત્રીનો બેઠકોનો દૌર

1. આનંદીબહેનની અધ્યક્ષતામાં યોજાશે બપોરે એક કલાકે યોજાશે બ્રીફિંગ બેઠક. ગતિશીલ ગુજરાતના ત્રીજા તબક્કાના કામની કરાશે સમીક્ષા.

2. આનંદીબહેનની અધ્યક્ષાતામાં સાંજે ચાર વાગે યોજાશે બેઠક. સરદારપટેલ ઈન્સ્ટીટ્યુટ ઈકોનોમિક્સ-સોશિયલ રિસર્ચ ગવર્નિંગ બોડીની બેઠક યોજાશે.

3. આનંદીબહેનની અધ્યક્ષતામાં સાંજે 5વાગે યોજાશે બેઠક. સરદારસરોવર પુનઃવસવાટ એજન્સીની કારોબારીની બેઠક. પુર્નવસનની કામગીરીની કરાશે સમીક્ષા.

સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટની ચૂંટણીનું પરિણામ જાહેર

સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટની ચૂંટણીનું પરિણામ જાહેર

વડતાલના સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટની સાત સભ્યોની ચૂંટણી હાથ ધરાઇ હતી જેનું પરિણામ આવી ગયું છે. જેમાં સંત વિભાગમાં દેવપક્ષના ઉમેદવાર દેવપ્રકાશદાસજી સ્વામી વિજય બન્યા છે. પાર્ષદ વિભાગમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ પક્ષના ઘનશ્યામભાઇ ભગત વિજય બન્યા છે.

યમનમાંથી હેમખેમ પરત ફર્યો ગુજરાતી યુવાન

યમનમાંથી હેમખેમ પરત ફર્યો ગુજરાતી યુવાન

યમનમાં ફસાયેલો એક ભારતીય નાગરિક પરત ફર્યો, પંકજભાઇ ખરાસિયાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન. અમદાવાદ એરપોર્ટ પર લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા.

જ્યોત યોજનાનું સીએમના હસ્તે લોકાર્પણ

જ્યોત યોજનાનું સીએમના હસ્તે લોકાર્પણ

10 એપ્રિલે સીએમ આનંદીબહેન પટેલ બનાસકાંઠામાં રૂપિયા 109 કરોડથી વધુના ખર્ચે બનેલી જ્યોત યોજનાનું સીએમના હસ્તે લોકાર્પણ થશે.

એલજી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હળતાળ પર

હળતાળ પર ઊતરેલા નર્સિંગ સ્ટાફ પર થશે કાર્યવાહી,મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત એલજીહોસ્પિટલના નર્સિંગ સ્ટાફ હળતાળ પર,બેઠકનો દોર શરૂ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X