છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં 94 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા
છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં 94 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 12 કલાકમાં 6 જિલ્લામાં નવા કેસ નોંધાયા છે, સારા સમાચાર એ છે કે 5 દર્દી સાજા થઈ ઘરે પહોંચી ગયા છે. આ નવા કેસ સાથે રાજ્યમાં કુલ 2272 કોરોના પોઝિટિવ નોંધાયા છે અને 95 લોકો મૃત્યુ પામ્યા છે.

ક્યાં કેટલા કેસ?
- અમદાવાદ- 61
- બોટાદ- 2
- રાજકોટ જિલ્લો- 1
- સુરત- 17
- વડોદરા- 8
- અરવલ્લિ- 5
અમદાવાદના દાણીલીમડા, ગોમતીપુર, સાહીબાગ, આસ્ટોડિયા, બહેરામપુરમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી છે. અરવલ્લીના ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. રાજકોટના જંગલેશ્વરમાંથી ફરી એક કેસ નોંધાતાં રાજકોટ તંત્ર પણ ચિંતિત છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી વધુ કેસના મામલે ગુજરાત બીજા નંબરે પહોંચી ગયું છે. કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. ગુજરાતમાં કુલ કેસની સંખ્યા વધીને 2272 થઈ ગઈ છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં સંક્રમિતોનો આંકડો 5218ને વધી ગયો છે.
બુધવારે ગુજરાતમાં કોરોનાથી 5 લોકોના મોત થયાં છે. અગાઉ અહીં મંગળવારે સંક્રમણના 239 મામલા સામે આવ્યા, જ્યારે 19 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં મંગળવાર સુધી આ મહામારીથી 90 લોકોના મોત થયા હતા. 139 સંક્રમિતોની ઈલાજ બાદ રજા આપી દેવામાં આવી છે. આજે ઠીક થયેલ લોકોની સંખ્યા 144 થઈ ગઈ છે.
સારી વાત એ છે કે ગુજરાતના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના એકપણ કેસ નોંધાયા નથી. થોડા દિવસ પહેલા રાજ્યમાં આવા જિલ્લાની સંખ્યા ડઝનેક હતી, પરંતુ બાદમાં જેમ જેમ સંક્રમિત લોકો આ જિલ્લાઓમાં પહોંચ્યા કે નવા મામલા નોંધાતા ગયા.












Click it and Unblock the Notifications
