ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ, બેઠકમાં બિપરજોય વાવાઝોડા બાદની સ્થિતીની સમીક્ષા કરાઈ,
ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં વાવાઝોડા બાદની સ્થિતીની સમિક્ષા કરાઈ હતી.
આ બેઠકમાં IMD તરફથી બિપરજોય સાયક્લોન અને વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સિંચાઇ વિભાગે જળાશયોની સ્થિતિની માહિતી આપતા જણાવ્યું કે, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો છેલ્લા 15 વર્ષોની સ્થિતિએ સૌથી વધુ છે. રાજયમાં 206 જળાશયો પૈકી 04 જળાશય હાઈ એલર્ટ, 01 એલર્ટ, 03 વોર્નિંગ પર છે.

એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ તરફથી જણાવાયુ કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે તથા તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
આ બેઠકમાં રાહત કમિશનરે દ્વારા કૃષિ, પશુપાલન, પી.જી.વી.સી.એલ, વાહન વ્યવહાર સહિતના તમામ વિભાગો પાસેથી બિપરજોય વાવાઝોડાને પરિણામે અસરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલા નુકસાનની વિસ્તૃત વિગતો મેળવી તેની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં રાહત કમિશનરશ્રી દ્વારા કૃષિ વિભાગ, સિંચાઇ અને સરદાર સરોવર નર્મદા નિગમ, NDRF, SDRF, ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, BISAG, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, આરોગ્ય, ફોરેસ્ટ, કમિશનર(મ્યુનિસિપાલિટી), આર્મી તથા શહેરી વિકાસ, પંચાયત, શિક્ષણ, ફિશરીઝ, નેવી, કોસ્ટ ગાર્ડ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, એર ફોર્સ, આર્મી, મરીન તેમજ ઈસરો સહિતના તમામ વિભાગોના અધિકારીશ્રીઓ પાસેથી બિપરજોય વાવાઝોડાને પરિણામે અસરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલા નુકસાનની વિસ્તૃત વિગતો મેળવી તેની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત વાવાઝોડા દરમિયાન કરવામાં આવેલી રાહત બચાવ કામગીરી અંગે પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી. જેમાં તમામ વિભાગો દ્વારા આ વાવાઝોડા દરમિયાન કરાયેલી શ્રેષ્ઠ કામગીરીનો સંતોષ વ્યક્ત કરી રાહત કમિશનરે તમામ વિભાગોના અધિકારીઓ અને ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરનાર કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ






Click it and Unblock the Notifications
