For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજી ઓગસ્ટે થનારા રાજયવ્યાપી ‘સેવા સેતુ’ કાર્યક્રમને લઈને બેઠક યોજાઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી રાજયવ્યાપી ‘‘સેવા સેતુ'' કાર્યક્રમનો શુભારંભ થનાર છે. આ કાર્યક્રમના આયોજન અંગેની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

By By Desk
|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી રાજયવ્યાપી ''સેવા સેતુ'' કાર્યક્રમનો શુભારંભ થનાર છે. આ કાર્યક્રમના આયોજન અંગેની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

Vijay rupani

નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલે આ કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના શાસનને પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજયભરમાં યોજાનાર ''સેવા સેતુ'' કાર્યક્રમનો શુભારંભ રાજકોટ ખાતેથી થનાર છે. ધર્મેન્દ્ર કોલેજ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજય સરકારની વિવિધ લોકલ્યાણલક્ષી યોજનાના કુલ ૩૬ લાભાર્થીઓને મુખ્ય સ્ટેજ પરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોના હસ્તે મળવાપાત્ર લાભોનું વિતરણ કરાશે. તદુપરાંત, અન્ય લાભાર્થીઓને મુખ્ય કાર્યક્રમની સમાપ્તિ બાદ યોજનાકીય લાભો આપવામાં આવશે.

રાજય સરકારની યોજનાઓનો લાભ મેળવવાના ખરા હક્કદાર નાગરિકો સુધી આ કાર્યક્રમની જાણકારી પહોંચે અને તેઓ વિવિધ યોજનાઓનો લાભ લઇ શકે તે માટેનું સુચારૂ આયોજન ગોઠવવા કેતન ઠક્કરે ઉપસ્થિત અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી. આ કાર્યક્રમના લાયેઝન અધિકારીઓને કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન ઉભી થાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ તેમણે જણાવ્યું હતું.

આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ચેતન નંદાણી, એડીશ્નલ કલેકટર એન.આઇ. ધાધલ, પ્રાંત અધિકારી સર્વશ્રી સિધ્ધાર્થ ગઢવી, વીરેન્દ્ર દેસાઇ અને શ્રી ચરણસિંહ ગોહિલ, જિલ્લા બાલ સુરક્ષા અધિકારી મીત્સુબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, પાણી પુરવઠા વિભાગના એચ.ડી.જોધાણી, મહિલા અને બાળ અધિકારી જે.સી.ગોહિલ, સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારશ્રી વિશાલ કપુરીયા, જિલ્લા બાગાયત અધિકારીશ્રી કાતરીયા, વિકસતી જાતિના નાયબ નિયામકશ્રી સી.એન.મિશ્રા, તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
A meeting was held regarding the state-wide 'Seva Setu' program to be held on August 2
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X