વલસાડમાં હર ઘર તિરંગા કાર્યક્રમને લઇને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળી બેઠક!

દેશમાં 3 દિવસ સુધી રાષ્ટ્રધ્વઝ આકાશમાં દેશની આન, બાન અને શાન સાથે ફરકતો રહેશે. સમગ્ર જિલ્લો દેશ ભક્તિના રંગે રંગાશે. આ ત્રિ દિવસિય કાર્યક્રમના આયોજન માટે વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.

દેશભરમાં 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે. ત્યારે, સતત 3 દિવસ સુધી રાષ્ટ્રધ્વઝ આકાશમાં દેશની આન, બાન અને શાન સાથે ફરકતો રહેશે. સમગ્ર જિલ્લો દેશ ભક્તિના રંગે રંગાશે. આ ત્રિ દિવસિય કાર્યક્રમના આયોજન માટે વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.

har ghar tiranga

વલસાડ જિલ્લાના તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગો, વેપારી ગૃહો, સરકારી- ખાનગી કચેરીઓ, ઓફિસો, શાળા-કોલેજ અને આંગણવાડીઓમાં 13 ઓગસ્ટના રોજ સવારે તિરંગો ફરકાવવાનો રહેશે જે 15 ઓગસ્ટે સાંજે માનભેર નીચે ઉતારી લેવાનો રહેશે. કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટીક કે કાગળના તિરંગા ફરકાવી શકશે નહી, ખાદી અથવા કાપડના જ તિરંગા ફરજિયાત ફરકાવવાના રહેશે. રાષ્ટ્રધ્વજનું અપમાન નહીં થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. ઘર, દુકાન, ઓફિસ અને તમામ સરકારી તથા ખાનગી સંકુલોમાં રાષ્ટ્રધ્વઝ ફરકાવી શકાશે.

કાર્યક્રમને લઇને રાષ્ટ્રધ્વજ બનાવવાની કામગીરી માટે સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવે તે માટે તાલીમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણ માટે બસ સ્ટેન્ડ પર સ્ટોલ, જિલ્લાની વાજબી ભાવની દુકાનો, દુધ મંડળીઓ અને એપીએમસી તથા ચીફ ઓફીસરને સૂચના આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X