પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અલ્બેનીઝ વચ્ચે થશે બેઠક
આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ વિમાની મથકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ વિમાની મથકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અમદાવાદ વિમાની મથકે પારંપારિક નૃત્ય દ્વારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝનું અભિવાદન કરાયું હતું. પ્રધનમંત્રીએ મહાત્મ ગાંધીને સાબરમતિ આશ્રમે જઇને પુષ્પાંજલી અર્પણ કર્યા હતા. આ સાથે ગુજરાતમાં અનેકે પ્રોજેક્ટને લઇને દેશના વડા પ્રધાન અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી વચ્ચે બેઠક થશે.

આ પ્રસંગે રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર સંજય વાસ્તવ, કલેકટર ધવલ પટેલ સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.












Click it and Unblock the Notifications
