ગેરકાયદે અમેરિકામાં રહેતા ભારતીયોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યુ, જાણો તેમાં ગુજરાતીઓ કેટલા?

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળ્યા બાદ સતત ત્યાં ગેરકાયદે રહેતા વિદેશીઓને તેમના દેશ પરત મોકલાઈ રહ્યાં છે. આ ક્રમમાં જ ભારતીયોને લઈને અમેરિકન સેનાનું વિમાન અમૃતસર પહોંચ્યુ છે.

સમાચારો અનુસાર, 104 ભારતીયોને લઈને આવેલુ વિમાન અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું છે. બપોરે 1.55 વાગ્યે પ્લેન અહીં લેન્ડ થયું.

Amritsar

જણાવી દઈએ કે, અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય ઈમિગ્રન્ટ્સની આ પહેલી બેચ છે, જેને અમેરિકી સરકાર દ્વારા દેશમાં પરત મોકલાઈ છે.

આ વિમાનમાં આવેલા લોકોમાં મોટાભાગના ગુજરાત, પંજાબ અને હરિયાણાના રહેવાસી છે. અત્યાર સુધીમાં આ પ્લેનમાં 104 ભારતીય હોવાની પુષ્ટિ થઈ છે.

અહેવાલો અનુસાર, વિમાનમાં ગુજરાતના 33, પંજાબના 30, યુપીના ત્રણ, હરિયાણાના 33, ચંદીગઢના બે અને મહારાષ્ટ્રના ત્રણ લોકો સવાર છે.

જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ દેશની કાયદા અમલીકરણ એજન્સીઓએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.

પંજાબના ઘણા લોકો લાખો રૂપિયા ખર્ચીને ડંકી રૂટ અથવા અન્ય ગેરકાયદેસર માધ્યમથી અમેરિકા પહોંચ્યા હતા, પરંતુ હવે તેઓ દેશનિકાલનો સામનો કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, પ્લેન લેન્ડ થાય તે પહેલા અમૃતસર પોલીસે અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એવિએશન ક્લબ તરફ જતા રસ્તાને બેરિકેડ કરી દીધા હતા અને સુરક્ષા વધારી દીધી હતી.

એવું કહેવામાં આવ્યું હતું કે અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવતા ભારતીયોને પહેલા એવિએશન ક્લબમાં લાવવામાં આવશે જ્યાં તેમની સંપૂર્ણ પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવશે અને તેમના સંપૂર્ણ ગુનાહિત રેકોર્ડ અને ઇમિગ્રેશન રેકોર્ડની તપાસ કર્યા પછી જ તેમને ઘરે જવાની પરવાનગી અપાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X