કેન્દ્રીય મંત્રી અમિત શાહે સહકારી સંસ્થા દ્વારા સંચાલિત ભારતમાં પ્રથમ સૈનિક સ્કૂલનું વર્ચ્યુઅલી ખાતમૂર્ત કર્યુ

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના બોરિયાવીમાં સહકારી સંસ્થા દ્વારા સંચાલિત દેશની પ્રથમ સૈનિક સ્કૂલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત દૂધસહકારી સંસ્થા દૂધસાગર ડેરીના પ્રણેતા મોતીભાઈ ચૌધરીના જન્મશતાબ્દી મહોત્સવ વર્ષના ઉપલક્ષ્યમાં આ સૈનિક સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે.

AMIT SHAH

અંદાજે ૭૫ કરોડના ખર્ચે ૧૧ એકર વિસ્તારમાં આકાર પામનારી આ સૈનિક સ્કૂલ પી.પી.પી. ધોરણે કાર્યરત થનારી દેશની ૨૦મી અને સહકારી સંસ્થા દ્વારા નિર્માણ પામનારી દેશની પ્રથમ સૈનિક સ્કૂલ બનશે.

કેન્દ્રિય ગૃહમંત્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે આવી સૈનિક સ્કૂલ જ્ઞાન સાથે રક્ષા, બહાદૂરી અને રાષ્ટ્રસેવાનો ભાવ બાળકોના જીવનમાં લાવી નવો ઉમંગ, નવી ચેતના જગાવશે. એટલું જ નહીં, દેશભક્તિ અને શિસ્તના સંસ્કાર સાથેના નાગરિકો આ સૈનિક સ્કૂલમાંથી તૈયાર થશે.

અમિતભાઈ શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૯ વર્ષના સુશાસનમાં સહકારી સંસ્થાઓ, એન.જી.ઓ., સેવા સંગઠનો અને સેવાભાવી વ્યક્તિઓ સૌને દેશના વિકાસમાં જોતર્યા છે અને ભારત દિન દૂની રાત ચોગુની વિકાસગતિથી આગળ વધી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશમાં પી.પી.પી. ધોરણે ૧૦૦ સૈનિક સ્કૂલ સ્થપાવાની છે, તેમાંની ૨૦મી અને સહકારી સંસ્થા સંચાલિત પ્રથમ સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત એ ગુજરાત માટે ગૌરવ ઘટના છે.

સૈનિક સ્કૂલના ઈ ખાતમુર્હૂત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,વિશ્વ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ દેશમાં રચ્યો છે. વિકાસની આ રાજનીતિમાં રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર રક્ષા સર્વોચ્ચ ગણીને રાષ્ટ્ર સેવા માટેની સજ્જ પેઢી તૈયાર કરવાની તેમની નેમ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, બાળપણથી જ બાળકોમાં રાષ્ટ્ર ભાવના પ્રબળ બને અને બાળકો રાષ્ટ્રને સમર્પિત થાય તે માટે દેશમાં પ્રધાનમંત્રીએ ૧૦૦ સૈનિક સ્કૂલો શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સંરક્ષણ સાથે સહકારની આગવી પ્રણાલીના ધ્યેય સાથે દેશના પ્રધાનમંત્રીશ્રી અને દેશના સહકાર મંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીનો નિર્ધાર રહ્યો છે કે સરકારના પ્રયાસો સાથે સમાજના પ્રયાસોને જોડવામાં આવે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X