ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો
બનાસકાંઠાના શેરપુરા ગામેથી ખાતેથી ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કરાવ્યો.

આ યોજના બનાસકાંઠા જિલ્લા સહિત આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં અમલી બની છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર 3800 લાખના ખર્ચે રાજ્યના દસ જિલ્લાઓમાં ખેડૂતોને પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન ફિટ કરી આપવાનો લાભ આપવામાં આવશે. 10 જિલ્લાઓમાં 3 હજાર કરતાં વધુ ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન ફિટ કરવામાં આવશે.
આ યોજનાના પ્રારંભથી રાજ્યમાં જળ સંચયનું પાણીદાર આયોજન શક્ય બનશે અને ખેડૂતોની સિંચાઇની સમસ્યા દૂર થશે તેમની ઉપજ વધશે અને ખેડૂતો આત્મનિર્ભર બનશે.
આ મુદ્દે વાત કરતા જળસંપતિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યુ કે, બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં એક વર્ષ પહેલા ખેત તલાવડીનો એક પાયલોટ પ્રોજેક્ટ જે કન્સેપ્ટ આ વિસ્તારના ધારાસભ્ય, સાંસદ સભ્ય સૌ આગેવાનોએ સરકાર સમક્ષ મુક્યો હતો તેને સાકાર કરવા માટે તેમજ ખેત તલાવડીએ શું ફાયદો થાય છે તેના ભાગરુપે રાજ્યમાં લગભગ 10 જિલ્લાઓમાં લગભગ 86 જેટલા તાલુકાઓમાં જીઓમેમ્બ્રેનનો પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
