મોરબીની મચ્છુ નદી પરના ઝુલતા પુલની દૂર્ઘટનાનો હચમચાવી દેતો CCTV Video આવ્યો સામે
મોરબીની મચ્છુ નદી પરના ઝુલતા પુલની દૂર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
મોરબીની મચ્છુ નદી પરના ઝુલતા પુલની દૂર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 36 સેકન્ડના હચમચાવી દેતા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પુલ પર ખૂબ જ ભીડ છે. લોકો બ્રિજ પર સેલ્ફી લેતા અને મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. અચાનક પુલ હલવા લાગે છે અને પળવારમાં તૂટીને પડી જાય છે. થોડીક જ વારમાં લોકો નદીમાં સમાઈ જાય છે. અત્યાર સુધીમાં 141 લોકોના માર્યા ગયાની પુષ્ટિ થઈ ચૂકી છે.

દૂર્ઘટનામાં 141 લોકોના મોત
ગુજરાતના મોરબીમાં રવિવારે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ અચાનક તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા છે. દૂર્ઘટના બાદથી NDRF, SDRF, આર્મીના જવાનો, એરફોર્સ, ફાયર વિભાગ અને વહીવટીતંત્રની ટીમ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.

સીસીટીવી વીડિયો આવ્યો સામે
આ દુર્ઘટના બાદ ઘણા બ્રિજના ઘણા જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક તોફાની યુવાનોએ પુલને લાતોથી હલાવી દીધો હતો. જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. આ દરમિયાન સોમવારે સવારે આ ઘટનાનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો હતો. 36 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્રિજ પર ઘણા લોકો હાજર હતા, લોકો મસ્તી કરી રહ્યા હતા, ત્યારે અચાનક બ્રિજ ધરાશાયી થઈ ગયો અને બૂમાબૂમ ચાલુ થઈ ગઈ.

ચાલુ છે રેસ્ક્યુ ઑપરેશન
તમને જણાવી દઈએ કે નદીમાં પડેલા લોકોને શોધવા માટે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. રાજકોટના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે જણાવ્યુ હતુ કે, 'રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરીમાં છ બોટ, 6 એમ્બ્યુલન્સ, 2 રેસ્ક્યુ વાન અને 60 જેટલા જવાન તૈનાત કરવામાં આવ્યા છે. વડોજરા, અમદાવાદ, ગોંડલ, જામનગર અને કચ્છમાંથી લાવવામાં આવેલી કુલ 20 બોટ બચાવ કામગીરીમાં સામેલ છે તેમજ લોકોની મદદ માટે 15 એમ્બ્યુલન્સ પણ અહીં છે.
मोरबी पुल हादसे का LIVE Video
— Vinay Saxena (@vinaysaxenaj) October 31, 2022
इस हादसे में अब तक 130 से ज़्यादा लोगों की मौत हो चुकी है
#MorbiBridgeCollapse #MorbiBridge #MorbiBridgeCollapse #Gujarat pic.twitter.com/GxgZn6lHsa












Click it and Unblock the Notifications
