કોરોનાને મ્હાત આપેલ ફેઝલ ત્રીજી વાર ડોનેટ કરશે પ્લાઝ્મા, કહ્યુ - મારામાં કોરોનાને હરાવવાનો દમ
કોરોના મહામારી સામે લડવા માટે ગુજરાતમાં પ્લાઝ્મા ડોનેટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.
કોરોના મહામારી સામે લડવા માટે ગુજરાતમાં પ્લાઝ્મા ડોનેટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. એકલા સુરતમાં જ અત્યાર સુધી 46 લોકો પ્લાઝ્મા ડોનેટ કરી ચૂક્યા છે. આવા જ એક ડોનર છે ફેઝલ ચુનારા. ફેઝલ સુરતની સિવિલ હોસ્પિટલમાં બે વાર પ્લાઝ્મા ડોનેટ કરી ચૂક્યા છે. હવે તે ત્રીજી વાર પ્લાઝ્મા ડોનેટ કરવા ઈચ્છે છે. તે 15 દિવસ બાદ પ્લાઝ્મા ડોનેટ કરવાના છે. આના માટે તેમણે સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવી લીધુ છે. તે કહે છે કે મારી પાસે કોરોનાને હરાવવાની તાકાત છે માટે હું આ કરીશ.

રિકવર થયાના 28 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકાય
સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કોરોના વાયરસથી રિકવર થઈ ચૂકેલ લોકો બીજા દર્દીઓનો જીવ બચાવવા માટે આગળ આવી રહ્યા છે. તે રિકવર થયાના 28 દિવસ બાદ પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. 18 વર્ષની ઉંમરથી લઈને 60ની ઉંમર વચ્ચે, જેમનુ વજન 55 કિલો કે તેનાથી વધુ હોય અથવા એવા લોકો જેમણે હાલમાં જ કોવિડ-19ને મ્હાત આપીને હોસ્પિટલમાંથી છુટ્ટી બાદ 28 દિવસની અંદર રિકવર થયા હોય તે પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે.

પ્લાઝ્મા કોણ ડોનેટ ન કરી શકે?
ડૉક્ટરના જણાવ્યા મુજબ પ્લાઝ્મા ડોનેટ કરનાર વ્યક્તિ માટે જરૂરી છે કે ડાયાબિટીઝ, હ્રદયરોગ કે અન્ય ગંભીર રોગથી પીડિત ન હોય તો જ તેનો પ્લાઝ્મા કોઈ બીજી વ્યક્તિને ડોનેટ કરી શકાય છે. ફૈઝલના પ્લાઝ્મામાં આ માનક છે માટે તે ફરીથી પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. પ્લાઝ્મા ડોનેટ કરવુ એ બ્લડ ડોનેટ કરવા જેવુ છે માટે તેનાથી ગભરાવાની જરૂર નથી.

સુરતમાં આટલા લોકોએ કર્યુ પ્લાઝ્મા ડોનેટ
સુરતમાં અત્યાર સુધી 46 લોકોએ પ્લાઝ્મા ડોનેટ કર્યુ છે તેમાં ન્યૂ સિવિલ હોસ્પિટલના 25 અને સ્મીમેર હોસ્પિટલના 21 લોકો શામેલછે. ખાસ વાત એ છે કે સિવિલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના 27 વર્ષીય ડૉ. શ્વેતાએ પણ પ્લાઝ્મા ડોનેટ કર્યુ છે.












Click it and Unblock the Notifications
