For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભામાં બે દિવસીય ચોમાસુ સત્રનું આયોજન થશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં ચોમાસુ સત્ર બાબતે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 27 અને 28 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્ર બોલાવવાનો નિર્ણય લેવાયો છે.

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં ચોમાસુ સત્ર બાબતે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 27 અને 28 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્ર બોલાવવાનો નિર્ણય લેવાયો છે. આ બાબતે રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં 27 સપ્ટેમ્બરથી 2 દિવસના ચોમાસુ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

monsoon session

રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં ચોમાસુ સત્ર મામલે નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આગામી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 27 સપ્ટેમ્બરે મળશે. આ સત્ર 2 દિવસનું હશે. જેમાં પ્રથમ દિવસે પૂર્વ પ્રધાનો, પૂર્વ ધારાસભ્યો અને 18 મહાનુભાવોના શોક ઠરાવ પસાર કરાશે.

આ સાથે 4 અન્ય બીલ પણ વિધાનસભા ગૃહમાં પસાર કરાશે. આ બીલમાં ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોલેજ અને ઇન્સ્ટીટયુશન બીલ, ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ બીલ 2021, ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી 2021 અને ધ ઇન્ડિયન પાર્ટનરશીપ બીલ 2021 રજૂ કરવામાં આવશે.

રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવના માધ્યમથી વિધાનસભા ગૃહમાં સરકારી સંકલ્પ પણ રજૂ કરાશે.

English summary
An important discussion on the monsoon session was held at a cabinet meeting chaired by Chief Minister Vijay Rupani on Wednesday. The meeting decided to convene the assembly session on September 27 and 28.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X