ગુજરાત વિધાનસભા સભ્યો માટે બજેટ સત્રની પ્રક્રિયાને લગતી એક દિવસીય કાર્યશાળા યોજાઈ

ગુજરાત વિધાનસભા અને સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL)ના સંયુક્ત ઉપક્રમે વિધાનસભાના સભ્યઓ માટે અંદાજપત્રને લગતા વિવિધ પાસાઓને આવરી લેતી એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat Legislative Assembly

વિધાનસભા ખાતે એનેબ્લીંગ ઓથેન્ટિક લીડર્સ એડવાન્સ પબ્લિક ગુડ વિષય પર આયોજિત આ કાર્યશાળાનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યશાળા દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને SOUL સંસ્થાના ઉપપ્રમુખ હસમુખ અઢિયા સહિતના વક્તાઓ દ્વારા વિધાનસભાની મહત્વની કામગીરી, બજેટ સત્રની પ્રક્રિયા, બજેટ સત્ર સમયે પ્રસિદ્ધ થતા વિવિધ પ્રકાશનો, રાજ્ય સરકારના જાહેર હિસાબો સહિતના વિવિધ વિષયો પર ધારાસભ્યઓને માહિતગાર કર્યા હતા.

આ કાર્યશાળામાં રાજ્યમંત્રી મંડળના સભ્યઓ, ધારાસભ્યઓ અને વિધાનસભાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળાના અંતે ધારાસભ્યઓએ વિધાનસભા અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X