ગાંધીનગર ખાતે વ્યાજબી ભાવના દુકાનદારોની પોષણ ક્ષમતામાં વધારો થાય તે માટે યોજાયો વર્કશોપ
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કંઝયુમર અફેર્સ, ફુડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનની સુચનાથી વાજબી ભાવના દુકાનદારોની પોષણ ક્ષમતામાં વઘારો થાય, વાજબી ભાવની દુકાનેથી કોમન સર્વિસ સેન્ટર ( CSC ) સેવાઓ, નોન પીડીએસ ચીજવસ્તુઓનું વિતરણ, બેંકીંગ/બિઝનેશ કોરસપોન્ડસ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક જેવી સેવાઓ સામાન્ય નાગરિક સુઘી સરળતાથી પહોંચી શકે તેવા ઉમદા આશયથી નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી અને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સેકટર-૧૫ની વાણિજય કોલેજ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

સી.એસ.સી. તથા એસ.પી.વીના રાજયના વડા જયેશ ભાનુશાળીએ ઇ- સ્ટોર બાબતે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરકાર તથા સી.એસ.સી. તથા એસપીવીની સાથે મળીને એફ.એસ.પી સંચાલકશ્રીઓની આવકની પોષણ ક્ષમતામાં વધારો કરવા માટે એક પ્રશસંનીય પગલું ભરવામાં આવ્યું છે. જેમાં કોમન સર્વિસ સેન્ટર મેળવવા ઇચ્છતા સંચાલકોને આ સર્વિસ સેન્ટર માટેનું આઇ.ડી આપવામાં આવશે. જેમાં ભારત સરકારની જુદી જુદી યોજના જેવી કે, બીલ પેમેન્ટ, આધારથી ખાતામાંથી પૈસા ઉપાડ- જમા, પોસ્ટ ઓફિસ મિત્ર, બેન્કિંગ સેવાઓ, વિઘવા પેન્શન, ઇ-નિર્માણ કાર્ડ, આઘાર અપડેશન, પાક વીમા માટેની યોજના જેવી વિવિધ સેવાઓ સામાન્ય નાગરિક સુઘી સી.એસ.સી. દ્વારા કેવી રીતે પહોંચાડી શકાય છે, તેની વિસ્તૃત માહિતી સરળ ભાષામાં આપી હતી.
જન આરોગ્યની કામગીરી સાથે સંકાળાયેલ આંતરાષ્ટ્રીય પ્રખ્યાત સંસ્થા ' ન્યુટ્રીશન ઇન્ટરનેશનલના ડિવિઝનલ કો.ઓર્ડીનેટર મનુભાઇ પરમાર દ્વારા પી.એમ. પોષણ અંતર્ગત ફુડ ફોઇટિફિકેશન કાર્યક્રમ, ડબલ ફોર્ટીફાઇડ મીઠું, ફોર્ટીફાઇડ ચોખા, તેલ, લોટ તેના ફાયદા, વિતરણ વ્યવસ્થા, કુપોષણ, એનેમિયા, અને તેને સંબંઘિત બિમારીઓના ઇલાજ માટે સરકારની ફૂડ ફોર્ટિફિકેશન યોજનાની વિસ્તૃત માહિતી પ્રેઝેન્ટશન આપીને સંચાલકશ્રીઓને માહિતગાર કર્યા હતા. તેમજ આ બાબતે રેશનકાર્ડ ઘારકોને સમજ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્રપણે વાજબી ભાવના દુકાનદારોની પોષણ ક્ષમતા વઘારવા માટેના જનજાગૃત્તિ અભિયાનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા પુરવઠા કચેરીની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ વર્કશોપમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના નાયબ સચિવ નયનાબેન પટેલ, સંયુક્ત નિયામક જે.કે.જેગોડા, નાયબ નિયામક નિલાબેન શાહ, જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પંડયા, CSC ટીમ તથા ગાંધીનગર જિલ્લાના તમામ વાજબી ભાવની દુકાનના સંચાલકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
