For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપને જીતવવામાં આમ આદમી પાર્ટીનો હાથ?

ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રણ ઓકટોબરના રોજ ચૂંટણી યોજાઈ હતી. આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપે 41 બેઠકો પ્રાપ્ત કરીને મહાનગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રણ ઓકટોબરના રોજ ચૂંટણી યોજાઈ હતી. આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપે 41 બેઠકો પ્રાપ્ત કરીને મહાનગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસને માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ છે. ત્યારે બીજી તરફત સુરત મહાનગરપાલિકામાં સારો દેખાવ કરી ચૂકેલ આમ આદમી પાર્ટીને ગાંધીનગર મહાનગરપાલિકામાં માત્ર એક જ બેઠક મળી છે.

GMC

આ જીત બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ (JP Nadda) મંગળવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએમસી) ની ચૂંટણીમાં પાર્ટીની જીત બદલ ગુજરાતના લોકોનો આભાર માન્યો હતો. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના વડા સી.આર.પાટિલને પાર્ટીના કાર્યકરો સાથે અભિનંદન પાઠવ્યા છે.

ભાજપને જીતવામાં આપનો હાથ?

ગુજરાતના રાજકારણમાં આપની એન્ટ્રીએ મતોનુ વિભાજન કરી દીધુ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં આપની એન્ટ્રી બાદ ભાજપ કરતા કોંગ્રેસને વધારે નુકશાન થયું હોય તેવું જોઇ શકાય છે. રાજકારણ જગતમાં ચર્ચા ચાલી રહી છેકે આપના ગુજરાતમાં આવવાથી ભાજપને નુકશાન કરતા ફાયદો વધારે થયો હોય તેવું લાગી રહ્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત સહિત કેટલીક બેઠકો પર આપનો વિજય થતાં આપના નેતાઓ વધુ પડતાં આત્મવિશ્વાસમાં આવી ગયા હતા. આપના ઉમેદવારો વિસ્તાર મુજબ પ્રશ્નો પર ફોકસ કરીને નાગરિકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો તે જોતાં આમ આદમી પાર્ટી વધુ બેઠકો મેળવશે તેવો આશાવાદ ઉભો થયો હતો. આપે ઇન્દ્રોડા ગામમાં વિજય સુંવાળાને સાથે રાખીને ગ્રામ્ય મતો આકર્ષવા ડાયરો યોજી જે ભીડ એકત્ર કરી હતી તે જોતાં પાર્ટીને સમર્થ હોય તેવો અણસાર આવતો હતો પંરતુ પરિણામ જોતાં આપ માત્ર એક બેઠક મેળવ્યો જે ખરાબ દેખાવ ગણી શકાય.

ઉલ્લેખનિય છેકે ગાંધીનગર મહાનગર પાલિકાના પરિણામ જોઇએ તો વર્ષ 2011માં યોજાયેલી ચૂંટણીમાં કોગ્રેસનો બહુમતી બેઠકો મેળવીને વિજય થયો હતો. 2016માં ભાજપ અને કોંગ્રેસને 16-16 બેઠકો સાથે ટાઇ પડી હતી. 2011માં કો્ગ્રેસમાં 18 અને ભાજપને 15 બેઠકો, 2016માં 16-16 બેઠકો મળી હતી હાલમાં 2021માં 41 ભાજપને, 2 કોંગ્રેસને અને 1 બેઠક આપને મળી છે. 2011માં જયારે ગાંધીનગર મહાનગર પાલિકાની સ્થાપના થઇ ત્યારે કોંગ્રેસે વધુ બેઠકો સાથે જીત મેળવી હતી, જયારે હવે 2021માં કોંગ્રેસનો સફાયો થતાં માત્ર 2 બેઠક મળી છે.

English summary
Aam Aadmi Party's hand in winning BJP?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X