વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017 Vs વિરોધનું વાંવટોળ

Posted By:
Subscribe to Oneindia News

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. જ્યારથી તેની શરૂઆત થઇ છે કોંગ્રેસ તેનો વિરોધ કરતી આવી છે. બીજા શબ્દોમાં કહું તો વિરોધ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સારા સંબંધ છે. જો કે તેમ છતાં કોંગ્રેસ વાઇબ્રન્ટ ગુજરાત મામલે જોઇએ તેટલો રાજકીય રોટલો શેકવામાં અસફળ રહી હતી. જો કે તે પછી જ્યારે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમીટ થાય કોઇને કોઇ તેનો વિરોધ કરતું આવ્યું છે.

Read also: શું તમે ગાંધીનગરમાં રહો છો? તો આ સમાચાર તમારા કામના છે.

પણ આ વખતની 8 વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિરોધ અન્ય કોઇ પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરતા સૌથી વધારે થયો છે અને થશે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. કારણ કે આ વખતે કોંગ્રેસ સાથે અલ્પેશ ઠાકોર જેવા નેતા અને આમ આદમી પાર્ટી પણ જોડાઇ છે. આજે જ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી ગોપાલ રાયે અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફર્ન્સ યોજીને જાહેરાત કરી હતી કે તેમણે "વાઇબ્રન્ટ પોલ ખોલ અભિયાન" શરૂઆત કરી છે અને તે આ દ્વારા વાઇબ્રન્ટ સમીટનો વિરોધ કરશે.

Read also: 250 કરોડના ખર્ચે થશે ગાંધીનગર રેલ્વે સ્ટેશનું કાયાકલ્પ, જાણો ખાસ વાત

ત્યારે અત્યાર સુધીમાં કેટલા લોકો 2017ની વાઇબ્રન્ટ ગુજરાત સમીટના વિરોધની વાત ઉચ્ચારી છે અને આ પગલે ભાજપનું શું કહેવું છે તે અંગે વિગતવાર લેખ વાંચો અહીં....

AAP: વાઇબ્રન્ટ પોલ ખોલ અભિયાન

AAP: વાઇબ્રન્ટ પોલ ખોલ અભિયાન

અમદાવાદ ખાતે શનિવારે આમ આદમી પાર્ટીના મંત્રી ગોપાલ રાયે પ્રેસ કોન્ફર્ન્સ યોજી, 2017ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો વિરોધ કર્યો હતો. તેમણે આ અભિયાનનું નામ "વાઇબ્રન્ટ પોલ ખોલ અભિયાન" આપ્યું છે. પ્રેસ કોન્ફર્ન્સમાં તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ દ્વારા ખાલી કેટલાક પૈસાદાર લોકોનો જ ફાયદો કરાવે છે. અને વિકાસના નામે ગુજરાતને ગરીબ બનાવે છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં અમે વિજળી અડધા ભાવે આપીએ છીએ.પાણી ફ્રી છે. દિલ્હીના મોડેલ મુજબ ગુજરાતમાં પણ વિકાસનું મોડેલ બેસાડીશું. અને આમ આદમીના અવાજને મજબૂત કરીશું. તેમણે કહ્યું કે વાઇબ્રન્ટ દ્વારા ખાલી મોટા મોટા લોકો જોડે દોસ્તી કરવામાં આવે છે. અને ગરીબોને તેનાથી કોઇ ફાયદો મળતો નથી.

"અમિત શાહની ગેંગ"

વધુમાં ગોપાલ રાયે કહ્યું કે અમિત શાહની ગેંગ ગુજરાતમાં લોકોને સત્ય બોલવાજ નથી દેતી. તેમ છતાં જે લોકો સત્ય બોલવા તૈયાર છે અને વાઇબ્રન્ટનો વિરોધ કરી રહ્યા છે તે તમામ લોકોની અમે સાથે છીએ. કોંગ્રેસ પર બોલતા તેમણે કહ્યું કે કોંગ્રેસ તો અમિત શાહ સાથે સમજૂતી કરી લેશે છે. પણ ગુજરાતના લોકોને આમ આદમી પર વિશ્વાસ છે.

અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર

નોંધનીય છે કે શુક્રવારે બહુચરાજીથી અલ્પેશ ઠાકોરે જે બેરોજગાર યાત્રા આરંભી હતી તેમાં પણ તેમણે સરકારને યુવાધનને નોકરી આપવા અથવા તો ખુરશી છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે વાયબ્રન્ટમાં આવતા ઉદ્યોગોથી કેટલા યુવાનોને રોજગારી મળે છે?તેના આંકડા સરકાર આપે, અને જો 85 ટકા સ્થાનિક યુવાનોને રોજગાર ના મળ્યો તો તે વાઇબ્રન્ટ નહીં થવા દઇએ.

કોંગ્રેસ વિરોધ

કોંગ્રેસ વિરોધ

નોંધનીય છે કે શુક્રવારે કોંગ્રેસ પણ પ્રેસ કોન્ફર્ન્સ યોજીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસી નેતા શંકરસિંહ વાધેલાએ આ મુદ્દે જવાબ રૂપાણી સરકારનો જવાબ માંગ્યો હતો કે સાત વર્ષથી જે વાઇબ્રન્ટ સમિટ થાય છે તેનાથી ગુજરાતને શું ફાયદો થયો છે? તે જણાવે.

ભાજપ

ભાજપ

નોંધનીય છે કે જ્યારે મીડિયા દ્વારા આરોગ્યમંત્રી શંકરભાઇ ચૌધરીને સવાલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું કે વાઇબ્રન્ટ સમીટ ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને તેનો રાજકીય લાભ લેવા માટે વિરોધ ન કરવો જોઇએ.

English summary
AAP, alpesh and congress protest Vs 2017 Vibrant gujarat summit. An analytical article on current Gujarat Politics. Read here more.
Please Wait while comments are loading...