હળવદ-ધ્રાંગધ્રા બેઠક પર AAP એ પાટીદારને ટિકીટ આપી, વાઘજી પટેલને ઉમેદવાર જાહેર કરાયા!
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા બાદ હવે એક પછી એક પક્ષ તેના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ શરૂઆતથી જ પોતાના ઉમેદવારો જાહેર કરતી આવી છે.
મોરબી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા બાદ હવે એક પછી એક પક્ષ તેના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ શરૂઆતથી જ પોતાના ઉમેદવારો જાહેર કરતી આવી છે. આપે અત્યારસુધીમાં 138 ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે હળવદ-ધ્રાંગધ્રા સીટ માટે પણ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.

ગઈકાલે જ કોંગ્રેસે 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 10મીં યાદી જાહેર કરી છે. આ યાદીમાં હળવદ-ધ્રાંગધ્રા સીટ માટે પણ ઉમેદવારની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ હળવદ-ધ્રાંગધ્રા સીટ માટે પાટીદાર ચહેરા પર પસંદગી ઉતારી છે.
આમ આદમી પાર્ટીએ હળવદ-ધ્રાંગધ્રા સીટ માટે પાટીદાર નેતા વાઘજી પટેલના નામની જાહેરાત કરી છે. વાઘજી પટેલ ધ્રાંગધ્રાના પાટીદાર નેતા છે અને ખેતી સાથે જોડાયેલા સાધનોના વ્યાપાર સાથે જોડાયેલા છે.
અહીં તમને જણાવી દઈએ કે, વાઘજી પટેલે બીજેપીની સેન્સ પ્રકિયા દરમિયાન ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ બીજેપી સાથે છેડો ફાડીને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હવે આમ આદમી પાર્ટીએ તેના નામની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
