આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોના નામ કર્યા જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પહેલા અન્ય 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુજરાત ચૂંટણીના પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું કે આપ રાજકોટ ઇસ્ટ, સુરત ઇસ્ટ જેવી બેઠકો પર પ્રતિનિધિ ઉતારશે.
ગુરુવારે, આમ આદમી પાર્ટી તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પહેલા પણ 11 જેટલી સીટો પર તેના ઉમેદવારોને ઉતારવાની જાહેરાત કરી ચૂક્યું છે. ત્યારે અન્ય 10 ઉમેદવારોના નામની જાહેરાત ગુજરાત ચૂંટણીના પ્રભારી ગોપાલ રાયે કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટી જ્યાં તેનો બેઝ સ્ટ્રોંગ હોય ત્યાં જ ઉમેદવાર ઊભા રાખવાની છે. આ માટે કરીને આમ આદમી પાર્ટીએ ગાંધીનગર નોર્થ, બોટાદ, કોતરગામ, રાજકોટ ઇસ્ટ, સુરત ઇસ્ટ, કરજણ, પાલનપુર, ગાંધીધામ, જામનગર રૂલર, બાપુનગરની સીટ પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે આમાંથી રાજકોટ ઇસ્ટ, સુરત ઇસ્ટ તેવી બેઠકો છે જ્યાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે જ્યાં જ્યાં ભાજપ નબળી છે તે વિસ્તારોને આમ આદમી પાર્ટી દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને સફળતાનો સ્વાદ ચાખવા નહતો મળ્યો ત્યારે આ વખતે પરિસ્થિતિ બદલાતા શું તેને કોઇ લાભ મળે છે કે કેમ તે જોવું રહ્યું. ત્યારે આપના નવા દસ ઉમેદવારોના લીસ્ટની જાણકારી નીચે મુજબ છે.













Click it and Unblock the Notifications
