''મારે દિલ્હી હોવું જોઇતું હતું, પણ મોદીજીએ મને ના બોલાવી''
અમદાવાદ, 26 જાન્યુઆરી: જ્યાં આખો દેશ ગણતંત્ર દિવસ સમારંભની ઉજવણીમાં તડાબોર છે, ત્યાં અમેરિકન મીડિયાનું ધ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન પર છે. અમેરિકન મીડિયાએ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબાના સ્વાગત સમારંભમાં મોદીની પત્નીની ગેરહાજરી પર સવાલ ઉઠાવી રહી છે.

જશોદાબેને જણાવ્યું કે જો તેઓ મને આજે પણ બોલાવશે તો હું આવતી કાલે પહોંચી જઇશ પરંતુ હું પહેલા ક્યારેય નહીં જઉ, તેમણે મને બોલાવવી પડશે. જશોદાબેન મોદી દ્વારા ખુદને ટાળવાના કારણે નારાજ દેખાઇ. તેમણે જણાવ્યું કે હું સામેથી ક્યારેય નહીં જઉ. મારું પણ આત્મસન્માન છે, જેને હું નહીં ડગવા દઉ. અમારા બંનેની વચ્ચે હેસિયતની કોઇ વાત નથી, અમે બંને માણસ છીએ. જો તેઓ મને બોલાવશે તો હું તુરંત પહોંચી જઇશ.












Click it and Unblock the Notifications
