ગુજરાતના રસ્તાઓના આવ્યા "અચ્છે દિન"
કેન્દ્રિય માર્ગ પરિવહન પ્રધાન નિતીન ગડકરીએ સરખેજ-ગાંધીનગરના 43 કિલોમીટર માર્ગને 6 લેઇન બનાવાની જાહેરાત કરી છે. વળી આ રસ્તો ટ્રોલ ફ્રી રહેશે. જેનાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું અંતર ધટશે તેવી આશા સેવાઇ રહી છે. નીતિન ગડકરીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે આ માટે 720 કરોડના ફંડને મંજૂરી આપી છે. જે બાદ અહીં 6 જંકશન અને સાત ફ્લાયઓવર સાથે 6 લેઇનનો રસ્તો બનશે. નીતિન પટેલે આ અંગે જણાવ્યું છે કે બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવી શક્યતા છે.
વધુમાં નીતિન ગડકરી જણાવ્યું હતું કે આ પહેલાની સરકારે પણ આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી પણ રાજ્ય સરકારની માંગણી હતી કે આ રસ્તો ટોલ ફ્રી બને. જે અંગે મંજૂરી પહેલાની સરકારે નહતી આપી. પણ આ અંગે ફરી રજૂવાત કરતા આ વાતને માન્ય રાખવામાં આવી છે.

નોંધનીય છે કે દરરોજ ગાંધીનગરની અમદાવાદ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. ત્યારે ટોલ ફ્રી સીક્સ લેઇન રસ્તાના કારણે સામાન્ય લોકોના ખિસ્સાને રાહત રહેશે તેવી શક્યતા છે. જો કે આ પ્રોજેક્ટને પૂર્ણ થતા બે વર્ષ લાગી શકે છે ત્યારે ત્યાં સુધી લોકોને હાલાકી ભોગવવી પડશે.












Click it and Unblock the Notifications
