એસ.જી હાઇવે પર રિક્ષા અને કારનો અકસ્માત, રિક્ષાચાલક ઇજાગ્રસ્ત
અમદાવાદના એસજી હાઇવે પરના અંડરબ્રીજમાં અકસ્માત સર્જાયો હતો અને તેમાં રિક્ષા ચાલકને ઇજા થતા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો...
અમદાવાદના એસજી હાઇવે પરના અંડરબ્રીજમાં અકસ્માત સર્જાયો હતો અને તેમાં રિક્ષા ચાલકને ઇજા થતા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતને નજરે જાનારાએ જણાવ્યુ હતું કે રિક્ષાચાલકે અચાનક બ્રેક મારતા કાર અથડાઈ હતી અને બંને વાહનો ડિવાઈડર સાથે અથડાઈને બીજી બાજુના રોડ પર રસ્તા પર પડ્યા હતા. અને કારની સ્પીડ વધુ હોવાથી રીક્ષા ચાલકને ઇજા પહોંચી હતી. પોલિસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
