જીપ પલટાઇ જતાં સર્જાયો કારમો અકસ્માત, 7ના મોત
સોમવારે રાત્રે વલસાડના ધરમપુર નજીક એક અકસ્માતમાં 7 લોકોનું મૃત્યુ થયું હતું.
સોમવારે રાત્રે વલસાડ ના ધરમપુર નજીક એક અકસ્માત માં 7 લોકોનું મૃત્યુ થયું હતું. ઉપલબ્ધ માહિતી અનુસાર ધરમપુર નજીકના ગામવાસીઓ એક લગ્ન પ્રસંગમાં શાકભાજીનો જથ્થો પહોંચાડી પરત ફરી રહ્યાં હતા. તે સમયે એક વળાંક પર જીપની લાઇટ અચાનક બંધ થઇ જતાં ડ્રાઇવરે જીપ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ કારણે જીપ પલટાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં 7 લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું તથા 2 વ્યક્તિ ઘાયલ થયા હતા. અકસ્માતની ભાળ મળતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં જીપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
Gujarat: Jeep overturns in Dharampur, Valsad. 7 dead
— ANI (@ANI_news) March 20, 2017












Click it and Unblock the Notifications
