આણંદ-તારાપુર પાસે ઈકો અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 10ના મોત
આણંદ તારાપુર હાઈવે પર આજે સવારે 6 વાગ્યા આસપાસ ઈકો અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે.
અમદાવાદઃ આણંદ તારાપુર હાઈવે પર આજે સવારે 6 વાગ્યા આસપાસ ઈકો અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 જેટલા લોકોના મોત થયા છે. ઈકો સુરતથી ભાવનગર જઈ રહી હતી. ગાડીમાં બેઠેલ લોકોમાં એક બાળકી સહિત 10 વ્યક્તિના મોત નીપજ્યા છે. ઘટના સ્થળે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે. ઘટનાની જાણ થતા પોલિસ પણ સ્થળ પર પહોંચી છે. મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

બનાવની વિગત એવી છે કે આજે સવારે 6 વાગ્યા આસપાસ આણંદ-તારાપુર હાઈવે પર ઈન્દ્રણજ નજીક તારાપુર પોલિસ સ્ટેશનની હદમાં ઈકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. સુરતથી ભાવનગર જઈ રહેલ ઈકોમાં સવાર લોકોમાં બાળકી સહિત 10 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. ઈકો ગાડી ટ્રકની નીચે ઘૂસી જતા ઈકોમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે.
તારાપુર પોલિસ ઘટના સ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી આગળની કાર્યવાહી કરી રહી છે. તમામ મૃતકોને તારાપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થયા બાદ ટ્રકનો ડ્રાઈવર ભાગી ગયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ જતા ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. આ દૂર્ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં દુઃખનુ વાતાવરણ સર્જાઈ ગયુ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર નજીક થયેલ ગમખ્વા અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમજ ભોગ બનનાર ત્વરિત મદદ પૂરી પાડવા કલેક્ટરને સૂચના આપી તથા મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય કરવાની પણ જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
