મહિલાએ RSSના કાર્યકર પર એસિડ ફેંકયું!

Posted By:
Subscribe to Oneindia News

વડોદરામાં એક મહિલાએ એક વ્યક્તિ પર એસિડ ફેંકતા વિવાદ ઊભો થયો છે. મુસ્લિમ મહિલા સીરીનબાનુ સૈયાદે તાજિયા મામલે આવેશમાં આવી જઇને આરએસએસના યુવકના ચહેરા અને શરીર પર એસિડ ફેંકવાનો પ્રયાસ કરી છરી મારીને તેમને ઇજાગ્રસ્ત કર્યા છે.

સ્પા સેન્ટરમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, જાણો આખો મામલો

Acid attack by woman in vadodara

સમગ્ર ઘટના એવી હતી કે મુસ્લિમ મહિલા નામે સીરીનબાનુ સૈયાદ ઉર્ફે સપનાએ જણાવ્યું હતું કે તાજિયા ગામમાં જ કરવામાં આવશે. તે અંગે આરએસએસ કાર્યકર્તા ભરતભાઈએ જણાવ્યું હતું કે વર્ષોથી તાજિયા બજારમાં સ્ટેટ બેંક પાસે જ થાય છે તો ગામમાં તાજિયા કરી પરંપરા શા માટે તોડો છો?

જો કે પાછળથી આ અંગેનો વિવાદ વધતા સીરીનબાનુ ભરતભાઇના ઘરે ધમકી આપવા પહોંચી ગયા હતા. અને ઝઘડો કરીને ભરતભાઇના મોં પર એસિડ ફેંક્યું હતું, તેમજ છરી મારી દીધી હતી. જે બાદ હાલમાં ભરતભાઈની સારવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં થઈ રહી છે.

English summary
Acid attack by woman in vadodara. Read here more.
Please Wait while comments are loading...