આસારામ કેસ: વધુ એક સાક્ષી પર એસિડ હુમલો
અમદાવાદ, 17 માર્ચ: અમદાવાદના સુરતમાં આસારામ શારીરિક શોષણ કેસમાં વધુ એક સાક્ષી પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ ઉપાધ્યક્ષ શોભા ભુટાડાએ પત્રકારોને જણાવ્યું કે બળાત્કારના મામલામાં જેલમાં બંધ આસારામ વિરુદ્ધ સાક્ષી દિનેશ ચંદભાઇ પર બદમાશોએ વેસુ વિસ્તારમાં એસિડથી હુમલો કર્યો છે. દિનેશ મોટરસાયકલ પર પસાર થઇ રહ્યો હતો ત્યારે જ બદમાશોએ તેની પર હુમલો કરી દીધો. ઘાયલ દિનેશને તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે ત્રણમાંથી બે બદમાશ એસિડ ફેંક્યા બાદ ફરાર થઇ ગયા, જ્યારે એકને પોલીસે પકડી લીધો છે. આસારામ બળાત્કાર મામલે સાક્ષી પર આ બીજો અને આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઇને બળાત્કાર મામલામાં ત્રીજો હુમલો છે. આ પહેલા નારાયણ સાઇ બળાત્કાર મામલે ફરિયાદ કરનાર મહિલાના પતિ પર ગયા મહિને હુમલો કરવામાં આવ્યો હતો.

આજે હોળીનો દિવસ છે. આસારમ જેલમાં બેઠા બેઠા પોતાના ભૂતકાળના દિવસો યાદ કરતા હશે અને તેમાંય ખાસ પોતાની પિચકારીના ફૂવારાને જેમાં રંગાવા માટે તેમના ભક્તો પડાપડી કરતા હતા.












Click it and Unblock the Notifications
