દિલ્હી હારની અસર અમિત શાહના પુત્રના લગ્ન પર પડી
અમદાવાદ, 11 ફેબ્રુઆરી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભૂંડી હારની અસર માત્ર દિલ્હી જ નહીં પરંતુ ગુજરાતમાં પણ થઇ છે. ભાજપની શરમ જનક હારની ઇફેક્ટ પાર્ટી અધ્યક્ષ અમિત શાહના ઘરે પણ જોવા મળી. અમિત શાહના પુત્રના લગ્ન જે ધૂમ-ધામથી થવાના હતા, તેને એકદમ સાદાઇથી કરી દેવામાં આવ્યા.

હાર બાદ લગ્ન છોડીને અમિત શાહ ભાજપ નેતાઓની સાથે બેઠકોમાં વ્યસ્ત થઇ ગયા. લગ્નના મંડપની પાસે જ વીવીઆઇપી રૂમમાં શાહે રાજનાથ સિંહ, આનંદીબેન પટેલ, પીયૂષ ગોયલ અને રાજીવ પ્રતાપ રૂડી જેવા મોટા નેતાઓની સાથે બેઠક કરી. હારના કારણે મહેમાનોનું મોઢુ પણ વિલાઇ ગયું હતું. કોઇ બેંડબાજા નહીં અને કોઇ સંગીત નહીં. લગ્ન એક દમ સાદી રીતે કરવા પડ્યા. લગ્ન બાદ 12 ફેબ્રુઆરીના રોજ રિશેપ્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
