For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલે યુપીમાં રાહુલ અને સોનિયા ગાંધી માટે જનસભાઓ કરી

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું વોટિંગ પૂરું થઇ ગયું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની બધી જ 26 સીટો પર વોટિંગ કરી દેવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું વોટિંગ પૂરું થઇ ગયું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની બધી જ 26 સીટો પર વોટિંગ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું વોટિંગ પૂરું થયા પછી કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ હવે ઉત્તરપ્રદેશમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં જોડાઈ ગયા છે. સ્ટાર પ્રચારક તરીકે તેમની પહેલી વિઝીટ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ક્ષેત્રમાં થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા આવેલી અમિષા પટેલ ભાજપના વખાણ કરવા લાગી

હાર્દિક પટેલે યુપીમાં કોંગ્રેસ માટે જવાબદારી સંભાળી

હાર્દિક પટેલે યુપીમાં કોંગ્રેસ માટે જવાબદારી સંભાળી

એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હાર્દિક પટેલને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચૂંટણી અભિયાનની જવાબદારી સોંપી છે. હાર્દિક પટેલ 24 એપ્રિલે ઉત્તરપ્રદેશની અમેઠી અને રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ પહેલા તેમને ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની લોકસભા સીટો પર કોંગ્રેસનો જોરદાર પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા સૂત્રો અનુસાર કોંગ્રેસના કોઈ નેતાએ આટલો પ્રચાર નથી કર્યો, જેટલો હાર્દિક પટેલે કર્યો છે.

જો મને ચોકીદાર શોધવો હશે, તો હું નેપાળ જઈશ

જો મને ચોકીદાર શોધવો હશે, તો હું નેપાળ જઈશ

કોંગ્રેસ માટે હાર્દિક પટેલે જનસભાની સાથે સાથે રોડ શૉ પણ કરી રહ્યો છે. તેઓ યુપીના ગામોમાં પણ પ્રચાર કરશે. આ દરમિયાન તેમનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતમાં મતદાન સમયે તેમને કહ્યું હતું કે, જો મને ચોકીદાર શોધવો હશે, તો હું નેપાળ જઈશ પરંતુ મને ભારત માટે પ્રધાનમંત્રી જોઈએ છે. એવા પ્રધાનમંત્રી જે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માંગે, શિક્ષાનું સ્તર સુધારવા તૈયાર હોય.

અમેઠીથી રાહુલ ગાંધી તો રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે

અમેઠીથી રાહુલ ગાંધી તો રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે

હાર્દિક પટેલે પહેલા રાહુલ ગાંધી માટે અમેઠીના અહોરવાભવાની વિસ્તારમાં સવારે 11 વાગ્યે ચૂંટણી સભા કરી. ત્યારપછી બપોરે તેઓ કરહિયા બજારમાં જનસભા કરવા માટે પહોંચી ગયા. બંને જનસભાઓ પછી હાર્દિક પટેલ સોનિયા ગાંધીના રાયબરેલી ક્ષેત્ર તરફ આગળ વધ્યા. જ્યાં તેઓ દાદુર બ્લોકના સતાવમાં અને ત્યારપછી કમાલપુર બ્લોકના રોહનિયામાં જનસભા કરશે. ગુજરાતમાં મતદાન પૂરું થયા પછી હાર્દિક પટેલનું પૂરું ફોકસ હવે બીજા રાજ્યો તરફ છે.

English summary
After Gujarat, Hardik Patel starts election campaign at uttar pradesh for congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X