For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન વચ્ચે ખેડૂતોને બમણો માર, અમરેલીમાં તીડનું આક્રમણ

લૉકડાઉન વચ્ચે ખેડૂતોને બમણો માર, અમરેલીમાં તીડનું આક્રમણ

|
Google Oneindia Gujarati News

ધારીઃ લૉકડાઉને તો ખેડૂતોની મુ્શ્કેલી વધારી જ હતી સાથે જ હવે હજારો તીડના આક્રમણે ખેડૂતોને ચિંતામાં નાખી દીધા છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં તીડનો ત્રાસ વધી રહ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક ગામડાઓમાં તીડનું આક્રમણ થયું હતું. કોરોના મહામારી વચ્ચે તીડના આક્રમણથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

locust

અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી કે કે પટેલે જણાવ્યું કે રણતીડ મોટેભાગે પાટણ અને બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારોમાં વધુ જોવા મળતાં હોય છે પરંતુ હમણા થોડા સમયથી સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યાં છે. ગતરોજ લીલીયાના સનાળિયા ગામે તીડ જોવા મળ્યા હતા જેઓ ભાવનગર બાજુથી પવનની દશા સાથે અહીં આવ્યાં અને ફરી ભાવગનર તરફ પરત ફર્યાં છે.

Recommended Video

અમરેલીના જાફરાબાદમાં તીડનું તાંડવ, ખેડુતોની ચિંતામાં વધારો

અગાઉ પણ સાબરકાંઠા સહિતના ક્ષેત્રોમાં તીડે આક્રમણ કર્યું હતું, તે સમયે વિજય રૂપાણી સરકારે સ્કૂલના શક્ષકોને તીડ ભગાડવા માટે જવાબદારી સોંપીને ભારે વિવાદમાં પણ આવ્યા હતા. હાલ ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે દવા, લીંબોળીનો અર્ક, ક્લોરપાયરીફોસ જેવા રસાયણોનો છંટકાવ કરવાથી પણ તીડનો નાશ થાય છે.

માત્ર અમરેલી જ નહિ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો પણ તીડની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જ્યાં તીડોએ બે દશકાનો સૌથી ખતરનાક હુમલો કર્યો છે. જે ખેડૂતોના ફાલને ભારે નુકસાન પહોંચાડી રહ્યાં છે.

ICUમાં યુવતી પર ગેંગરેપ, કાગળ પર લખીને જણાવ્યો હેવાનિયતનો કિસ્સોICUમાં યુવતી પર ગેંગરેપ, કાગળ પર લખીને જણાવ્યો હેવાનિયતનો કિસ્સો

English summary
after lockdown locust created new problem for farmers of amreli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X