ગુજરાતમાં નાનાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું નિર્માણ થશે
વિદેશી અને ભારતીય બ્રાંડની કારના ઉત્પાદન હબ બાદ હવે ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. આના માટે રાજ્યના સિવિલ એવિએશન વિભાગ અને એરો ફ્રેયર ઈંક સાથે એમઓયુ કર્યા છે.
વિદેશી અને ભારતીય બ્રાંડની કારના ઉત્પાદન હબ બાદ હવે ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. આના માટે રાજ્યના સિવિલ એવિએશન વિભાગ અને એરો ફ્રેયર ઈંક સાથે એમઓયુ કર્યા છે.

અખબારી અહેવાલો મુજબ સિવિલ એવિએશન વિભાગ અને ખાનગી કંપની એરો ફ્રેયર ઇંક વચ્ચે એમઓયુ થતા હવે કંપની અમરેલી એર સ્ટ્રીપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટનું કામકાજ શરૂ કરવા જઈ રહી છે. સુત્રો જણાવી રહ્યા છે કે આ કંપનીનું કામકામ ઓક્ટોબર સુધીમાં પુર્ણ થઈ જશે. આ કંપનીમાં કામ શરૂ થયા બાદ આ વર્ષના અંત સુધીમાં એરક્રાફ્ટ માર્કેટમાં આવી જશે. એરક્રાક્ટના નિર્માણ માટે કંપની બે તબક્કામાં ક્રમશ 150 અને 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
આ બાબતે વાત કરતા કંપનીના સીઈઓ અભિમન્યુ દેથાએ જણાવ્યું હતું કે, 2 સીટર, 4 સીટર, એર એમ્બ્યુલન્સ, હેલિકોપ્ટર અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું ઉત્પાદન ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. આ તમામ એરક્રાફ્ટના ઉત્પાદન માટે કંપની દ્વારા સર્બિયા, ઈટાલી, જર્મની, સ્લોવેનિયા અને અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય કંપની વિદેશની અન્ય 3 કંપનીના કોન્ટ્રેક્ટ પર લાઈટ એરક્રાફ્ટ અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું પણ ઉત્પાદન કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ કંપની દ્વારા તૈયાર થનારાં તમામ એરક્રાફ્ટનું ટેસ્ટિંગ અમરેલી એર સ્ટ્રિપ પર કરવામાં આવશે. આ પ્રોડક્શન યુનિટ શરૂ થતા એન્જિનિયર, અન્ય એક્સપર્ટ અને ટેક્નિશિયન સહિત 200થી વધુ લોકોને સીધો રોજગાર મળશે જ્યારે એક હજારથી વધુ લોકોને ઈનડાયરેક્ટ રોજગાર ઉપલબ્ધ થશે.












Click it and Unblock the Notifications
