બે વર્ષ બાદ હવે પતંગ મહોત્સવ ઉજવાશે, 65 દેશોને નિમંત્રણ અપાયા
અમદાવાદ રિવરફ્રન્ટ સહિત અન્ય 5 શહેરોમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદ સિવાય રાજકોટ, વડોદરા અને સુરત ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરાશે.
અમદાવાદ : કોરોનાના બે વર્ષો બાદ હવે આખરે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ ઉજવાશે. રાજ્યકક્ષાનો પતંગ મહોત્સવ અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઉજવાશે. અમદાવાદ સાથે સાથે સાથે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ વખતે પતંગ મહોત્સવ 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી 2023 સુધી ઉજવવામાં આવશે. આ આંતરાષ્ટ્રિય પતંગ મહોત્સવ માટે 65 દેશોને આમંત્રણ અપાયા છે. હવે કોરનાના કપરા બે વર્ષો બાદ આખરે પતંગ રસીયાઓ માટે મેદાન સજાવાશે.
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાતા પતંગ મહોત્સવ માટે દેશ વિદેશથી પસંદ રસીયાઓ આવે છે. અમદાવાદ સાથે સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વદોદરા જિલ્લાનો પતંગ મહોત્સવ યોજાશે. અહીં તમને જણાવી દઈએ કે, 2021 અને 2022નો પતંગ મહોત્સવ કોરોના મહામારીને કારણે રદ કરી દેવાયો હતો.
અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ પ્રવાસન વિભાગની એક બેઠક મળી હતી. આ બેઠકમાં પતંગ ઉત્સવના આયોજન માટે ચર્ચા થઈ હતી. પતંગ મહોત્સવ માટે આવનારા પતંગ રસીયાઓ માટે ખાસ વ્યવસ્થા સહિતની બાબતો વિશે વિગતે ચર્ચા થઈ હતી.












Click it and Unblock the Notifications
