ધાન્ય પાકો રસાયણ મુક્ત બને તે દિશામાં ખેતી આગળ વધારવા માટે સરકાર સતત પ્રયત્નશીલ : કૃષિમંત્રી
રાજ્યમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે આજથી 6 જિલ્લાઓમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના કીટ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવ
રાજ્યમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે આજથી 6 જિલ્લાઓમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના કીટ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી કરાવી હતી.આ કાર્યક્રમમાં ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બિયારણ તેમજ જરૂરી સાધનોની સહાય અર્પણ કરવામાં આવી હતી. અને જામનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મંત્રીશ્રીએ સન્માનિત કર્યા હતા.તેમજ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સજીવ ખેતીના ફાયદા અંગે વિસ્તૃત જાણકારી તેમજ પ્રાકૃતિક કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ સજીવ ખેતીથી ઉત્પન્ન થયેલ પાકો અને ચીજવસ્તુઓના સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતોના ઉત્સાહને વધાર્યો હતો.

આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે થી આત્મા પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY) અંતર્ગત સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાના કીટ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરેક ખેડૂત સમૃદ્ધ બને, રાજ્યના ખેડૂતો સજીવ ખેતી કરે , જમીનની ફળદ્રુફતામાં વધારો થાય, લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે, ખેડૂતોને સજીવ ખેતી કરવા અંગે પ્રોત્સાહન મળે અને તેમની આવકમાં વધારો થાય તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક બમણી થાય જો ખેડૂતો સજીવ ખેતી કરશે તો આ સ્વપ્ન સાકાર થશે. ખેડૂતોને સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર વિવિધ પાકોના વાવેતર માટે સહાય આપે છે. ખેડૂત સમૃદ્ધ થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ બજેટ ફાળવવામાં આવ્યું છે. ધાન્ય પાકો અને ખાદ્યપાકો રસાયણમુક્ત બને તે દિશામાં ખેતી આગળ વધારવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વધુમાં મંત્રીશ્રીએ ખેડૂતોને રાસાયણિક ખેતીના ગેરફાયદા તેમજ સજીવ ખેતીના ફાયદા વિશે જણાવ્યું હતું. અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સજીવ ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.












Click it and Unblock the Notifications
