અહમદ પટેલની મુશ્કેલી વધારવા ભાજપ પહોંચ્યું હાઇકોર્ટે

Written By:
Subscribe to Oneindia News

રાજ્યસભાની ચૂંટણીને લઇને થયેલા વિવાદે હજી શાંત થવાનું નામ નથી લીધું. રાજ્યસભામાં કોંગ્રેસના બે ધારાસભ્યોના વોટને ચૂંટણીપંચ દ્વારા રદ્દ કરવાના નિર્ણયને લઇને ભાજપ હવે ગુજરાત હાઇકોર્ટના દરવાજે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે કોર્ટે જવાની ચિમકી ઉચ્ચરી હતી. અને તે બાદ આ ચૂંટણીમાં હારેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા બલવંતસિંહ રાજપૂત હવે ગુજરાત હાઇકોર્ટની શરણે આવ્યા છે. અને તેમણે ચૂંટણી પંચના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો છે.

gujarat

નોંધનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રસના રાધવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલે ભાજપ તરફી વોટ આપતા ભાજપના એજન્ટને પોતાનો મત બતાવતા કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી. અને આ વાત દિલ્હી કેન્દ્રીય ચૂંટણી પંચ સુધી ગઇ હતી જેણે કોંગ્રેસના પક્ષમાં આ નિર્ણય આપ્યો હતો. અને બંન્ને ધારાસભ્યોના મતને રદ્દ કર્યા હતા. વીડિયો પુરાવા દેખ્યા બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો હતો. વળી ઓછા વોટના કારણે બલવંત સિંહ રાજપૂતનો આ ચૂંટણીમાં પરાજય પણ થયો હતો. ત્યારે હવે જોવાનું તે રહે છે કે હાઇકોર્ટ ભાજપના પક્ષમાં આ નિર્ણય લે છે કે પછી કોંગ્રેસના!

English summary
The BJP has challenged the victory of of Ahmed Patel in the Rajya Sabha elections from Gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.