અમદાવાદ બન્યું જુગારનું ધામ, 22 શખ્સોની ધરપકડ

અમદાવાદ બન્યું જુગારનું ધામ, 22 શખ્સોની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં અવારનવાર જુગારીઓ પકડાતા હોવાના અહેવાલો સામે આવતા રહે છે. ગુરુવારે ફરી અમદાવાદમાંથી 22 જુગારીઓની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ શહેર પોલીસે બાતમીના આધારે દરોડા પાડી જુગાર ધારા હેઠળ 3 કેસ નોંધી 22 વ્યક્તિઓની ધરપકડ કરી છે તેમની પાસેથી જુગારના સાધનો સહિત 90950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

gujarat police

બીજી તરફ અમદાવાદ શહેર પોલીસે નશાબંધી ધારા હેઠળ 50 કેસ કરી માત્ર અમદાવાદમાંથી જ 40 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આ ઈસમો પાસેથી 279 લીટર દેશી દારૂ, 210 બોટલ ઈંગ્લિશ દારૂ, 61 ક્વૉટર ઈંગ્લિશ દારૂ, 12 બીયરટીન, 1 રીક્ષા અને 1 સ્કૂટર કબ્જે કરવામાં આવ્યું છે. નશાબંધી ધારા હેઠળ આ તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં હજુ એવા કેટલાય વિસ્તારો છે જ્યાં ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો હયો, ક્યારેક જનતા પણ પરેશાન થઈ આવા દારૂડિયા સામે લાલ આંખ કરીને દરોડા પાડતી હોવાના અહેવાલ પણ મળતા હોય છે.

આ ઉપરાંત અમદાવાદ પોલીસે ગુરુવારે તકેદારીના પગલાં હેઠળ સીઆરપીસી 107, 109, 110, 151 મુજબ 100 જેટલા વ્યક્તિઓની અટકાયત કરી છે. ઉપરાંત પ્રોહી 93 મુજબ 1 વ્યક્તિ અને પાસા હેઠળ 7 ઈસમોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર વતી અખબારી યાદી બહાર પાડી આ અંગે જાણ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X