અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણ કોરોનાથી સંક્રમિત
અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણ કોરોનાથી સંક્રમિત
અમદાવાદઃ વેજલપુરથી ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસથી સંક્રમિત થનાર ધારાસભ્યોમાં કિશોર ચૌહાણ ચોથા ધારાસભ્ય છે. સોમવારે મરોડાથી ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીને કરોના વાયરસનું સંક્રમણ થયું હતું.

આ ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા
અગાઉ નરોડાથી ભાજપના ધારાસભ્ય બલરામભાઈ, જમાલપુર ખાડિયાથી કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને નિકોલથી ભાજપના ધારાસભ્ય જગ્દીશ પંચાલ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જેમાંથી જગ્દીશ પંચાલ અને બલરામભાઈની સારવાર ચાલી રહી છે જ્યારે ઈમરાન ખેડાવાલા કોરોના વાયરસને માત આપી ઘરે પાછા પહોંચી ગયા છે.
અમદાવાદમાં કોરોના વાયરસના આજે 268 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 22 કોરોના સંક્રમિતોના મોત થયાં છે. અમદાવાદના મધ્ય ઝોનમાં નવા 37, ઉત્તર ઝોનમાં- 47, ઉત્તર-દક્ષિણ ઝોનમાં 24 નવા કેસ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કુલ 86704 ટેસ્ટ કરવામા આવ્યા છે, અત્યાર સુધીમાં માત્ર એકલા અમદાવાદમાંથી જ 910 કોરોના સંક્રમિતોના મોત થયાં છે જ્યારે 8932 દર્દીઓ સાજા થઈ ઘરે પહોંચી ગયા છે. છેલ્લા ચોવ્વીસ કલાકમાં 205 દર્દી કોરોનાને હરાવવામાં સફળ થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2491 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
