અમદાવાદનું રૂ.6990 કરોડનું બજેટ સ્ટેન્ડિગ કમિટીમાં મંજૂર

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદ શહેરનું રૂપિયા કોર્પોરેશનનું 2018-19 માટેનું 6500 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે શુક્રવારે કમિટીએ મંજૂર કર્યુ હતું. આ બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ સુધારા સાથે મંજૂર કર્યું છે, જેમાં 490 કરોડના સુધારા સાથે બજેટને મંજૂર કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા નાગરિકો પર કોઈ પણ જાતના નવા વેરાનો બોજ નાંખવામાં આવ્યો નથી. આ બજેટમાં વિકાસ કાર્યો માટે 3490 કરોડ ખર્ચવામાં આવશે. શહેરમાં 3 નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે. એએમસીના બજેટમાં 10થી વધુ નાના ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રસ્તાઓની ગુણવત્તા સુધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યાના નિરાકરણને પ્રાથમિકતા આપતા થ્રી લેયર ઓવરબ્રિજ બનાવવામાં આવશે.

ahmedabad

મુખ્ય વાતો:

 • રસ્તાઓ માટે કુલ 611 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
 • સાથે સાથે નવી ટીપી સ્કીમમાં આરસીસીસ રોડ રસ્તા માટે 15 કરોડ ખર્ચવામાં આવશે.
 • મેયર હાઉસનું 2 કરોડના ખર્ચે રીનોવેશન થશે.
 • શહેરમાં 6 નવા પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે.
 • શહેરના હાર્દ સમા સહેલાણી સ્થળ કાંકરિયામાં સિંગાપુર જેવું એક્વેરિયમ પણ બનાવાશે.
 • કુદરતી આફતના સમયમાં ફ્લડ મોનીટરીંગ માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • નાગરિકોના પરિવહન માટે એ.એમ.ટી.એસ.ને 355 કરોડ ફાળવાયા.
 • આવાસ અને માળખાગત સુવિધા માટે 272 કરોડની ફાળવણી 
 • એસ.જી. હાઈવે પર પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાનું બજેટમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
 • એસ.જી. હાઈવે પર પે એન્ડ પાર્ક માટે રૂ. 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 9.43 કરોડ જેટલો થશે, જેમાં કર્ણાવતી ક્લબથી હેબતપુર ચાર રસ્તા સુધીના પૂર્વ તરફના સર્વિસ રોડ પર મેઈન રોડને સમાંતર અંદાજે 30 હજાર ચો.મી.નો પે એન્ડ પાર્ક ડેવલપ કરવાનું કામ કરાશે.
 • જેમાં અંદાજે 1600 જેટલા ટુ વ્હીલર અને ૯૨૦ જેટલા ફોર વ્હીલર પાર્ક થઈ શકશે. આ પે એન્ડ પાર્કના લીધે જાહેર રસ્તા પરનો ટ્રાફિકનો ભાર હળવો થશે.
English summary
Ahmedabad Budget approved by standing committee.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.