અમદાવાદ કોર્પોરેશને ઐતિહાસિક એલિસ બ્રિજ તોડવાની દરખાસ્ત મૂકી

ellis-bridge
અમદાવાદ, 24 એપ્રિલ : અમદાવાદવાસીઓ પર વ્રજ્રાઘાત સમાન નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદની ઓળખ સમાન ઐતિહાસિક એલિસ બ્રિજના 100 વર્ષથી જુના મૂળ સ્વરૂપને તોડી પાડવાની દરખાસ્ત મૂકી છે. એક બાજુ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનું સ્થાન અપાવવાની વાતો થાય છે, બીજી તરફ શહેરનાં પ્રતીક એવા એલીસબ્રીજનાં મૂળ રૂપને તોડવાની દરખાસ્ત મૂકતા અનેક શહેરીજનો નારાજ થયા છે.

એલિસ બ્રિજ એટલે પશ્ચિમ અમદાવાદ તરફ વિકસેલા નવા શહેરને જોડતો એકમાત્ર અને પહેલો પુલ. તેના પરથી શહેરનો જ નહીં પરંતુ દેશનો ઇતિહાસ પણ પસાર થયો છે. મહાત્મા ગાંધીએ દાંડી કુચ પહેલાની વિશાળ સભા આ એલીસ બ્રિજની નીચે જ સંબોધી હતી. લાખોની જનમેદની નદીનાં પટમાં આ પુલની નીચે ભેગી મળી હતી. આ આખી ઐતિહાસીક અને બ્રિટીશ શાસનનાં પાયા હલાવતી ઘટનાનો સાક્ષી એલિસ બ્રિજ બન્યો હતો.

શહેરીજનોમાં એલિસ બ્રિજ લક્કડીયો પુલ તરીકે પણ જાણીતો છે. શહેરના લોકો તેમજ શહેર બહારનાં લોકો માટે આ પુલનું ચિત્ર એ અમદાવાદનું પ્રતીક હતું. પુલનાં અર્ધવર્તુળાકાર ગડર એ અમદાવાદનું સમાનાર્થી બની રહ્યાં છે.

આ પુલ પહેલા લાકડાનો હતો. જે 1870માં બાંધવામાં આવ્યો હતો પરંતુ નદીમાં આવેલા પુરનાં પરીણામે તેનો તુટી ગયો. ત્યારબાદ ગુજરાતી એવા રાવ બહાદુર હિંમતલાલે આ લોખંડી પુલ બાંધવાનું બીડુ ઝડપ્યું. રાત દિવસ મહેનત કરીને તેમણે આ પુલની અનેક ડીઝાઇને તૈયાર કરી. કહેવાય છે કે પુલમાં જરૂરી એવી લોખંડની સામગ્રીનાં બે જહાજો ડુબી ગયા અને છેક ત્રીજુ જહાજ અમદાવાદ સુધી પહોંચી શક્યું.

અંગ્રેજ સરકારે હિંમતલાલને આ કામ માટે પછીથી રાવબહાદુરનો ઇલ્કાબ આપ્યો અને આ પુલને શહેરનાં જ કમિશનર સર બેરો હર્બટ એલિસનું નામ આપવામાં આવ્યું. હિંમતલાલ આ પુલ બનાવતા ત્યારે નદીના પટમાં દિવસ રાત મહેનત કરતા અને ત્યાં જ પોતાનું રાંધવાનું બનાવીને જમતા. આમ તેમનાં અથાગ પ્રયત્નોનાં કારણે આ સુંદર પુલ તૈયાર થયો. હિંમતલાલે આ પુલ એ જમાનામાં ચાર લાખ રૂપિયામાં બનાવ્યો હતો. જ્યારે જૂના લાકડાનાં પુલને બનાવવામાં પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ વિગતો અલીસબ્રીજનાં પર મારેલી તક્તીમાં લખવામા આવી છે. હાલમાં આ તક્તી સંસ્કાર કેન્દ્રમાં જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X