અમદાવાદઃ પત્નીએ જ પૂર્વ પતિ પર કર્યો છેડતીનો કેસ
અમદાવાદઃ પત્નીએ જ પૂર્વ પતિ પર કર્યો છેડતીનો કેસ
અમદાવાદઃ અમદાવાદની એક ડાયવોર્સી મહિલાએ પોતાના પૂર્વ પતિ સામે વેજલપૂર પોલીસ સ્ટેશને છેડતીની ફરિયાદ કરી. પોતાની FIRમાં મહિલાએ નોંધાવ્યું કે ગોમતીપૂરનો જઝાહીર અબ્બાસ કાપડિયા સરખેજ સ્થિત તેના ઘરે આવ્યો હતો અને તેને ઝાપટ મારી તેની સાથે ખરાબ રીતે અડપલાં કર્યાં હતાં.

વેજલપૂર પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમણે ઝાહીર વિરુદ્ધ છેડતી અને હુમલાની ફરિયાદ નોંધી. એફઆઈઆર મુજબ ફરિયાદીએ 2012માં ઝાહીર અબ્બાસ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. જો કે બંને વચ્ચે બધું ઠીક ન રહેતાં બંને અલગ થઈ ગયાં હતાં. એફઆઈઆરમાં આપેલ માહિતી મુજબ ઝાહીરથી ફરિયાદીને ત્રણ બાળકો છે- 2 દીકરા અને એક દીકરી. ત્રણેય બાળકો તેમની માતા જોડે જ રહે છે.
ફરિયાદી મુજબ 28મી ઓક્ટોબરે ઝાહીર તેના ઘરે આવ્યો અને મહિલાને ઝાપટ મારી. બાદમાં આરોપીએ મહિલાની છેડતી કરી અને ખરાબ રીતે તેને અડ્યો હતો. પોલીસ અધિકરીઓએ જણાવ્યું કે ફરિયાદી મહિલાએ અવાજ ઉઠાવતાં ઝાહીર ત્યાંથી ભાગી ગયો હતો. વેજલપુર પોલીસ સ્ટેશનના સીનિયર અધિકારીએ કહ્યું કે, 'અમે છેડતી અને હુમલાની કલમો અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે અને આરોપીને જલદી જ પકડી પાડવામાં આવશે.'












Click it and Unblock the Notifications
