કલંક: અમદાવાદ ગેંગરેપની પીડિતાએ કોર્ટમાં ગટગટાવ્યું ઝેર

છોકરીના વકીલે કહ્યું હતું કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ વી પારીખની કોર્ટે કેસ આગામી સુનાવણી માટે 18 માર્ચની તારીખ નક્કી કરી હતી પરંતુ તેમના અનુરોધ પર તેને બદલીને 8 ફેબ્રુઆરી કરવામાં આવી હતી.
વકિલના જણાવ્યા અનુસાર પીડિતા અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં એક કાપડની મીલમાં કામ કરતી હતી અને તેને 6 એપ્રિલ 2007માં પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી કે કંપનીના માલિક અને અન્ય ત્રણ લોકોએ તેની સાથે ગેંગરેપ ગુજાર્યો છે. જેમાં આરોપીએ દુકાન પર કામ કરનાર ત્રણ મહિલાઓની મદદ લીધી હતી. ગેંગરેપની પીડિતાએ કહ્યું હતું કે તેને ન્યાય મળવામાં સતત મોડું થતું રહ્યું છે. જેથી પીડિતાએ ઝેર ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.












Click it and Unblock the Notifications
