અમદાવાદમાં 2023 સુધી અશાંત ક્ષેત્ર ધારો લાગુ, સંપત્તિ વેચતા પહેલા લેવી પડશે મંજૂરી
કોરોના લૉકડાઉન સામે ઝઝૂમી રહેલ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના સંદર્ભમાં ચોંકાવનાર આદેશ જારી થયો છે.
કોરોના લૉકડાઉન સામે ઝઝૂમી રહેલ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના સંદર્ભમાં ચોંકાવનાર આદેશ જારી થયો છે. અહીં વટવા અને નરોલ પોલિસ સ્ટેશન અંતર્ગત ઘણા ક્ષેત્રોમાં અશાંત ક્ષેત્ર ધારો (ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ) લાગુ કરી દેવામાં આવ્યો છે જેનો સમય 30 જૂન 2023 સુધી રાખવામાં આવ્યો છે. હવે જ્યારે આ વિસ્તારોમાં સંપત્તિનુ વેચાણ કરતા પહેલા અમદાવાદ કલેક્ટરની મંજૂરી લેવી પડશે. માહિતી અનુસાર નાગરિકોને શાંતિ-સલામતી અને સુરક્ષા પ્રદાન કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાની જરૂરિયાત જણાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો.

પ્રશાસન તરફથી કહેવામાં આવ્યુ છે કે નાગરિકોને ખોટી રીતે હેરાન કરવા અથવા ધમકી આપીને કોઈની સંપત્તિ નહિ હડપી શકે કારણકે તેના માટે પણ રાજ્ય સરકારની સતર્કતા સાથે અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલિસ સ્ટેશન અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં ત્રણ વર્ષો માટે અશાંત ક્ષેત્ર અધિનિયમ લાગુ કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.
30 જૂન,2023 સુધી લાગુ થયેલ આદેશ બાદ હવે આ ક્ષેત્રોમાં ડરાવી-ધમકાવીને સંપત્તિ હડપી લેવાની ગતિવિધિઓ પર જાણકારો હવે અંકુશ લાગવાનુ માની રહ્યા છે. સરકારે આશા વ્યક્ત કરી છે કે આનાથી અસામાજિક તત્વોથી પીડિત લોકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. શહેરવાસીઓને એ જણાવવામાં આવી રહ્યુ છે કે જે વિસ્તારોમાં એક્ટ લાગુ કરવામાં આવ્યો છે ત્યાં હવે સંપત્તિ વેચતા પહેલા કલેક્ટ્રેટની મંજૂરી અનિવાર્ય છે. સંપત્તિના માલિકને કાયદાકીય જોગવાઈઓ અનુસાર પરમિશન લેવી પડશે.












Click it and Unblock the Notifications
