અમદાવાદમાં આધુનિક અર્બન લંગ્સ રોડ બનશે, વિસતથી તપોવન સર્કલ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીના 3.5 કિલોમીટરના રસ્તાને અર્બન લંગ્સ રોડ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના આ મહત્વના માર્ગને પ્રદૂષણ મુક્ત અને ટ્રાફિક મુક્ત બનાવવાનો છે.

આ આઇકોનિક રોડની પહોળાઈ 90 થી 108 મીટર જેટલી રાખવામાં આવશે, જેમાં મોટા પાયે વનીકરણ કરવામાં આવશે. રસ્તાની વચ્ચે 4 મીટરનું ગ્રીન મીડિયન અને આસપાસ આશરે 81,500 ચોરસ મીટર વિસ્તારમાં હજારો નવા વૃક્ષો વાવવાનું આયોજન છે.
શહેરીજનો માટે અહીં 3.5 મીટર પહોળો જોગિંગ ટ્રેક અને બંને બાજુ 2.1 મીટરનો સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવશે. આ ઉપરાંત લોકોના મનોરંજન માટે બેઠક વ્યવસ્થા, ફૂડ કિઓસ્ક, પ્લાઝા અને સુંદર લેન્ડસ્કેપિંગ સાથેના ગાર્ડન થીમ આધારિત ઝોન તૈયાર કરાશે.
ટ્રાફિકની સુવિધા માટે 7 મીટર પહોળા સર્વિસ રોડ અને ફૂટપાથની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ રોડ પર આધુનિક લાઈટિંગ, સાઈનેજ અને દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ ઉભી કરાશે, જે શહેરની સુંદરતા અને પર્યાવરણની ગુણવત્તામાં મોટો વધારો કરશે.












Click it and Unblock the Notifications
