For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાયર સેફટી વિના ચાલી રહેલું અમદાવાદનું હોસ્પિટલ સીલ

સુરત અગ્નિકાંડ દુર્ઘટના પછી અમદાવાદમાં એવી ઘણી બિલ્ડીંગો સીલ કરવામાં આવી રહી છે, જેમાં ફાયર સેફટી ઉપકરણો નથી લગાવવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

સુરત અગ્નિકાંડ દુર્ઘટના પછી અમદાવાદમાં એવી ઘણી બિલ્ડીંગો સીલ કરવામાં આવી રહી છે, જેમાં ફાયર સેફટી ઉપકરણો નથી લગાવવામાં આવ્યા. આ ક્રમમાં અમદાવાદ પરિમલ ક્રોસિંગ પાસે ફેમસ એપલ ચિલ્ડ્રેન હોસ્પિટલને સીલ કરવામાં આવ્યું છે. પહેલા પણ આગની ઘટના વેઠી ચૂકેલા આ હોસ્પિટલમાં ફાયર સેફટી ઉપકરણો નથી.

Ahmedabad Hospital seal

અમદાવાદ નગર નિગમ અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રાઇવેટ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવ્યું છે અને બિલ્ડિંગનો ઉપયોગ પરમિશન પણ પાછી લઇ લેવામાં આવી છે. સુરત આગની દુર્ઘટનામાં 22 બાળકોની મૌત થયા પછી સરકારે રાજ્યની અલગ અલગ ટીમ બનાવીને ફાયર પ્રુફિંગ ઉપકરણ વિનાની બિલ્ડીંગો સીલ કરવાની પહેલ કરી છે. અમદાવાદની ફેમસ એપલ ચિલ્ડ્રેન હોસ્પિટલની બીયુ પરમિશન કેન્સલ કરવા માટે પણ પગલાં ભરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતની 36,000 શાળાઓમાં ફાયર સેફ્ટી સિસ્ટમ નથી, જાણો આગળ

પંદર દિવસ પહેલા આ હોસ્પિટલમાં બાળકોનો ઉપચાર ચાલી રહ્યો હતો ત્યારે આગ લાગી હતી. ઘટનાની જાંચ કર્યા પછી હોસ્પિટલ પરિસરમાં આગ ઓલવવાની વ્યવસ્થા ના હતી. એટલા માટે તેને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે ખબર પડી કે હોસ્પિટલમાં અવેધ કેન્ટીન શરુ કરવામાં આવી હતી, જે બિલ્ડિંગના સૌથી ઉપરના માળે હતી એટલા માટે આગ લાગી હતી.

આ પણ વાંચો: ચેરની જગ્યાએ કોચિંગ સેન્ટરમાં ટાયર પર બેસાડતા હતા એટલે ઝડપથી ભડકી આગ

હોસ્પિટલને સીલ કરનાર અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા 7 દિવસમાં હોસ્પિટલે ફાયર સેફટી નિયમોનું પાલન કરવું પડશે. હોસ્પિટલનું સીલ ત્યાં સુધી ખોલવામાં નહીં આવે જ્યાં સુધી હોસ્પિટલના માલિક ફાયર સેફટી ઉપકરણો નહીં લાવે.

English summary
Ahmedabad Hospital sealed without fire safety
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X